અમદાવાદ: કડીમાં સીરિયલ ગેંગરેપ ગુનામાં ફરાર આરોપીની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

New Update
અમદાવાદ: કડીમાં સીરિયલ ગેંગરેપ ગુનામાં ફરાર આરોપીની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

કડીમાં સીરિયલ ગેંગરેપ ગુનામાં ફરાર આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં ગુજસીટોક સહિત 52 ગુનામાં ફરાર હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ બે આરોપી ધ્રાંગધ્રાની ડફેર ગેંગના સભ્યો છે.

ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ ડફેર ગેંગના બે આરોપી શરીફ ડફેર અને રસુલ ડફેરની ફતેવાડી કેનાલ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી તપાસ કરતા એક રિવોલ્વર, એક છરી અંશ ચોરી બાઈક કબ્જે કરવામાં આવી છે. આરોપી રસુલ ડફેર બે વર્ષ પહેલાં કડીમાં સીરિયલ ગેંગ રેપ ગુનાનો મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત આરોપી શરીફ ડફેર હત્યા, હત્યાની કોશિશ, લૂંટ જેવા ગંભીર ગુનામાં પણ પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો. બન્ને આરોપીની ગુનાહિત ઇતિહાસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલ આરોપી અને તેની ગેંગના 20 સાગરીતો વિરુદ્ધ ધ્રાંગધ્રા પોલીસ મથકે ગુજસીટોક ગુનો નોંધાયેલ છે.

કુલ મળી આરોપીના 52 ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આરોપી રસુલ ડફેરે તેના સાગરીતો સાથે મળી વર્ષ 2019માં દિવાળી સમયે બે ગેંગરેપ કર્યો હતો. 20 સભ્યની ગેંગમા મોટા ભાગના આરોપી પોલીસ ગિરફતમા આવી ગયા છે. આરેપીની મોડસઓપરેન્ડી પર નજર કરીએ તો તે ખેતરમા છુપાતો અને તેની પત્નિ આસપાસમાં લાઈટ કરી નજર રાખતી હતી. ઉપરાંત પોતાની સુરક્ષા માટે મોટી સંખ્યામાં કૂતરા પણ રાખતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. જોકે આ ગેંગના વધુ એક આરોપી ઇમરાન ડફેરનું નામ સામે આવ્યું છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Latest Stories