/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/02151253/maxresdefault-16.jpg)
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અંગત અદાવતમાં યુવાનને જાહેરમાં રહેંસી નાંખવામાં આવ્યો છે. પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલાં પાંચ પૈકી ત્રણ આરોપીઓને ઝડપી પાડયાં છે.
દ્રશ્યોમા જોવા મળતા આરોપીઓ છે મોહમંદઆસીફ ઉર્ફે કાંગારૂ શેખ, મુઝફર શેખ અને બાબુ શેખ. આરોપીઓએ ઝઘડાની અદાવતમા એક નિર્દોષની કરપીણ હત્યા કરી નાંખી છે. ઘટના કંઈ ક એવી હતી કે મૃતક ફિરોઝખાન પઠાણના પિતરાઈ ભાઈ મોહમંદ હુસેન ઉર્ફે જીનીયા અને આરોપી મોહમંદ આસિફ ઉર્ફે કાંગારૂ વચ્ચે ઝઘડો થયો હતો. આરોપી કાંગારૂ પોતાના મિત્રો સાથે જીનીયાને મારવા માટે હથિયારો લઈને પહોચ્યાં હતાં. પરંતુ જીનીયો ફરાર થઈ જતા તેઓએ બદલો લેવા ફિરોઝખાન પર હુમલો કરીને ઘાતકી હત્યા કરી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ કે આરોપી મોહમંદઆસીફ ઉર્ફે કાંગારૂ અને મોહમંદ હુસેન ઉર્ફે જીનીયા બન્ને મિત્રો હતા.. અગાઉ મારામારીના કેસમા બન્ને સાબરમતી જેલમા કેદ હતાં. થોડા સમય પહેલા જ બન્ને પેરોલ પર ઘરે આવ્યા હતા.. રાત્રે બધા મિત્રો મળ્યા ત્યારે કાંગારૂ અને જીનીયા વચ્ચે જેલવાસ દરમ્યાન થયેલા મનદુખની ચર્ચા શરૂ થઈ હતી. ચર્ચા દરમ્યાન બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કાંગારૂ હત્યાના ઈરાદે જીનીયાને મારવા હથિયારો સાથે પાછળ પડયો હતો.
આ દરમ્યાન મૃતક ફિરોઝખાન છોડાવવા આવતા આરોપીએ જીનીયાના બદલે ફિરોઝની હત્યા કરી દીધી હતી..દાણીલીમડા પોલીસે હત્યા કેસમા મોહમંદઆસીફ ઉર્ફે કાંગારૂ શેખ, મુઝફર શેખ અને બાબુ શેખની ધરપકડ કરી લીધી છે જયારે અન્ય બે આરોપી ફારૂખ શેખ અને શબ્બીર શેખ ફરાર હોવાથી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કરાયાં છે.