અમદાવાદ : ધંન્વતરી હોસ્પિટલમાં નિયમો બદલાયા, હવે દર્દીઓને સીધા દાખલ કરાશે

New Update
અમદાવાદ : ધંન્વતરી હોસ્પિટલમાં નિયમો બદલાયા, હવે દર્દીઓને સીધા દાખલ કરાશે

અમદાવાદમાં ડીઆરડીઓએ શરૂ કરેલી ધંન્વતરી હોસ્પિટલમાં હવે ટોકન સીસ્ટમ પ્રમાણે જે દર્દીનો નંબર આવશે તેને સારવાર માટે દાખલ કરી દેવામાં આવશે.

અમદાવાદમાં જે પ્રમાણે કોરોનાના કેસની સંખ્યા વધતી હોવાથી DRDO દ્વારા GMDC ગ્રાઉન્ડ ખાતે 900 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. પરંતુ હોસ્પિટલ શરૂ થઈ તે પહેલેથી જ વિવાદમાં આવી ગઈ હતી. દર્દીઓની લાઈન લાગે પરંતુ પહેલા 108 અને 104 સિવાય દાખલ કરવાની ના પાડવામાં આવતી હતી. ત્યારબાદ હાઇકોર્ટે ઝાટકણી કાઢી એટલે ખાનગી વાહનમાં આવતા દર્દીઓને દાખલ કરવામાં આવી રહયાં છે.

દર્દીઓની સારવાર માટે ટોકન સીસ્ટમ રાખવામાં આવી છે પરંતુ સવારે માત્ર એક જ કલાક સુધી ટોકનનું વિતરણ કરાયું હતું. જેના પગલે દર્દીના સ્વજનો અને સ્ટાફ વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. હવે હોસ્પિટલમાં નિયમ બદલી નાંખવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે ટોકન સિસ્ટમથી જેનો વારો આવશે તે દર્દીને સીધા દાખલ કરવામાં આવશે.આ નિર્ણય બાદ દર્દીઓની લાઇન ઓછી જોવા મળી રહી છે. દર્દીઓના સગાઓનું કહેવું છે કે તેમના દર્દી અંદર કેવી પરિસ્થિતિ માં છે તે ખબર નથી પડતી અને તેમને કોઈની સાથે વાત પણ થઈ શકતી નથી.

Latest Stories