/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/26155132/maxresdefault-208.jpg)
અમદાવાદ જીએમડીસી ખાતે ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ ખાતે 108માં આવતા દર્દીઓને દાખલ કરવાના નિર્ણયે અનેક દર્દીઓને પાછા ફરવા મજબુર કર્યા છે. ત્યારે ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આવેલા 2 દર્દીને તાત્કાલિક સારવાર ન આપાતા બંનેએ રોડ પર જ જીવ ગુમાવ્યો હતો.
અમદાવાદમાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે ત્યારે શહેરની 1200 બેડ સહિતની તમામ હોસ્પિટલો હાઉસફુલ થઇ ગઈ છે અને દર્દીઓને દાખલ થવા 12 કલાકના વેઇટિંગ છે ત્યારે ડી.આર.ડી.ઓ.ના સહયોગથી શહેરના જીએમડીસી કન્વેશન હોલમાં 900 બેડની આધુનિક કોવીડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે ત્યારે આશાની કિરણ જાગી હતી પરંતુ આ હોસ્પિટલમાં પણ 108માં આવે તેને દાખલ કરવાના નિર્ણયે અનેક દર્દીઓને પાછા ફરવા મજબુર કર્યા છે.
જ્યારે ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આવેલા 2 દર્દીને તાત્કાલિક સારવારની જરૂર હતી પરંતુ હોસ્પીટલમાં દાખલ ન કરાતાં બંનેએ રોડ પર જ જીવ ગુમાવ્યો હતો. એટલું જ નહિ અહીં ઘર્ષણ ના થાય તે માટે પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. અહીં અનેક દર્દીઓ જે ગંભીર છે તેને લઇ પરિજનો પોતાની કારમાં પોહચી રહયા છે, પણ અહીં તેમને એડમિટ ના કરવામાં આવતા હાલત કફોડી બની છે. અહીં એક બેનર પણ મુકવામાં આવ્યું છે કે 108માં અથવા 104માં આવનાર દર્દીઓને અહીં એડમિટ કરવામાં આવશે આમ અનેક દર્દીઓ જે આશાએ બેઠા હતા તે નિરાશ થયા છે. 900 બેડની હોસ્પિટલ ચાલુ તો કરવામાં આવી પણ અનેક અમદાવાદવાસીઓ માટે છેલ્લા 2 દિવસ ખરાબ નીકળયા છે.