કોરોનાનું ગ્રહણ હવે હોળી ને પણ લાગ્યું છે રાજ્ય સરકારે પણ માત્ર હોલિકાદહન પૂરતી મંજૂરી આપી છે અને ધુળેટી રમવાની કોઈ મંજૂરી નહિ મળે ત્યારે અમદાવાદની અનેક પ્રતિષ્ઠિત કલબોએ પણ આ વર્ષે ધુળેટીના આયોજન રદ્દ કર્યા છે.
રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના મહામારી વકરી રહી છે અમદાવાદ સુરત સહિતના 4 મહાનગરોમાં સ્થિતિ ખરાબ છે. સરકારે અનેક આકરા પ્રતિબંધો પણ લગાવ્યા છે ત્યારે હોળીનો તહેવાર પણ આ વખતે ફિક્કો રહે તેવી શક્યતા છે અને રાજ્યમાં ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સમૂહમાં કે ક્યાંય પણ ભીડ ભેગી કરી કોઈ હોળીનો તહેવાર ઉજવી નહિ શકે અમદાવાદમાં પણ રાજપથ કલબ કર્ણાવતી કલબ સહિતની દરેક કલબોએ પણ દર વર્ષે યોજાતા રેન ડાન્સ અને ધુળેટીના તહેવારના આયોજન રદ્દ કર્યા છે.
અમદાવાદમાં ક્લબમાં ધુળેટી અને રેન ડાન્સના આયોજનમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે ત્યારે કોરોનાની મહામારી ચાલતી હોઈ જો આયોજન થાય તો કોરોના વકરે તેવી શક્યતા છે ત્યારે ક્લબ દ્વારા આયોજન રદ્દ કરવામાં આવ્યા છે.