અમદાવાદ: વડોદરાના આર્મ્સ યુનિટના DIG મહેશ નાયકનું કોરોનાથી નિધન; SVP હોસ્પીટલમાં લીધા અંતિમ શ્વાસ

New Update
અમદાવાદ: વડોદરાના આર્મ્સ યુનિટના DIG મહેશ નાયકનું  કોરોનાથી નિધન; SVP હોસ્પીટલમાં લીધા અંતિમ શ્વાસ

રાજ્યભરમાં કોરોનએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાથી વધુ એક પોલીસ અધિકારીનું નિધન થયું, વડોદરાના આર્મ્સ યુનિટના DIG મહેશ નાયક કોરોના સક્ર્મણમાં આવ્યા બાદ અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે.

કોરોનાની બીજી લહેર ભયાવહ સાબીત થઈ રહી છે. વડોદરાના આર્મ્સ યુનિટના DIG મહેશ નાયક કોરોના સક્ર્મણમાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું છે. મહેશ નાયક 2007 બેચમાં તેમની ભરતી થઈ હતી. વર્ષ 2017માં તેમને પહેલું પોસ્ટીગ ગુજરાતમાં મળ્યું હતું. જેમાં સુરત એસ.પી તરીકે તેઑ ગુજરાતમાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદમાં તે કંટ્રોલ ડીસીપી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. ત્યારબાદ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે એસ.પી તરીકે પણ તેમણે ફરજ બજાવી છે અને છેલ્લે DIGનું પ્રમોશન લઈને વડોદરા આર્મ્સ યુનિટમાં પોસ્ટીગ મળ્યું હતું.12 દિવસથી કોરોના સંક્રમિત થતા તેમને SVP હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને અંતે તેમને ગત રાત્રીએ અંતિમ શ્વાસ લીધા હતા.