/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/09204837/maxresdefault-106.jpg)
ગુજરાત રાજ્યમાં હાલ 12340 એક્ટિવ કેસ છે જ્યારે 68 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાંવધુ 7 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 3763 છે, ત્યારે કોરોનાના 1 હજારથી વધુ દૈનિક કેસ નોંધાવવાનો ક્રમ પણ સતત ત્રીજા દિવસે જારી રહ્યો છે. કોરોનાના સંક્રમણમાં વધુ 1020 લોકો સપડાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1,80,699 સુધી પહોચ્યો છે.
જોકે, એક સમયે રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબુમાં હતી પણ સતત ત્રીજા દિવસે સમગ્ર રાજ્યમાંથી અમદાવાદ શહેરમાં સૌથી વધુ 165, જ્યારે સુરત શહેરમાં 160 નવા કેસ સામે આવ્યા હતા. જિલ્લા પ્રમાણે સુરત ગ્રામ્યમાં 34 સાથે સુરતમાં કુલ 194 કેસ નોંધાયા છે. તો બીજી તરફ અમદાવાદ ગ્રામ્યમાં 20 સાથે જિલ્લામાં કુલ નવા 185 કેસ છે. કોરોનાના કુલ કેસનો આંક હવે અમદાવાદમાં 43923, જ્યારે સુરતમાં 38548 છે. આમ કોરોના કેસ વધવાથી ફરીવાર ચિંતા ફેલાઈ ગઈ છે. રાજ્યના નિષ્ણાંત તબીબોએ ચેતવણી આપી છે કે, જો રાજ્યની જનતા સતર્ક નહિ રહે તો આવનાર દિવસોમાં કોરોના હાહાકાર મચાવશે અને ફરીવાર કોરોના માથું ઊંચકી શકે તેમ છે, ત્યારે તબીબોએ લોકોને દિવાળીના તહેવારમાં ખાસ ધ્યાન રાખવાની પણ અપીલ કરી છે. રાજ્ય સરકાર પણ વારંવાર કોરોનથી બચવા માટે જાગૃતિ અભિયાન ચાલવી રહી છે, છતાં અનેક શહેરોમાં અનેક લોકોની બેદરકારી સામે આવી રહી છે.