અમદાવાદ : DRDO હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા અંજુ શર્મા, પોલીસને કહયું સંયમથી કામ લો....

New Update
અમદાવાદ :  DRDO હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા અંજુ શર્મા, પોલીસને કહયું સંયમથી કામ લો....

અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે કોરોનાની 900 બેડની હોસ્પિટલને શરૂ થયાને 8 દિવસ થઇ ચુકયાં છે પણ આઠ દિવસમાં જ અનેક ફરિયાદો આવી છે. જેને ધ્યાનમાં રાખી હોસ્પિટલના ઇન્ચાર્જ અધિકારી અંજુ શર્મા અચાનક હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યાં હતાં.

અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ પર આવેલી હોસ્પિટલમાં લોકો પોતાના સ્વજનોને દાખલ કરાવવા માટે સ્ટાફ સાથે ઘર્ષણમાં ઉતરી રહયાં છે. સ્વજનોની ઉગ્ર માંગ બાદ હાલ હોસ્પિટલમાં ટોકન વગર દર્દીઓને દાખલ કરવામાં આવી રહયાં છે. અમદાવાદમાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધી રહયાં હોવાના કારણે તમામ બેડ ફુલ થઇ ગયાં છે.

હોસ્પિટલમાં અવ્યવસ્થાની વ્યાપક ફરિયાદો ઉઠતાં ઇન્ચાર્જ અધિકારી અંજુ શર્મા એકશનમાં આવ્યાં છે. સોમવારના રોજ તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દર્દીઓના સ્વજનો સાથે વાતચીત કરી તેમની ફરિયાદો સાંભળી હતી. વધુમાં તેમણે હોસ્પિટલ ખાતે બંદોબસ્તમાં હાજર પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. અંજુ શર્માએ કોરોનાની મહામારીમાં સૌ કોઇ હેરાન પરેશાન છે ત્યારે પોલીસ વિભાગને પણ સંયમથી કામ લેવા સુચના આપી હતી. તેમની મુલાકાત વિશે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા મયુર મેવાડા પાસેથી.

Latest Stories