દિલ્હી અને રાજસ્થાન બાદ હવે ગુજરાત સરકારે પણ કોરોના ટેસ્ટમાં રાહત આપી છે. સરકારે કોરોના ટેસ્ટ હવે 800 રૂપિયામાં થઇ શકશે. તો આ ટેસ્ટ જો આપ ઘરે કરાવશો, તો 1100 રૂપિયા ચાર્જ આપવો પડશે. પહેલા આ ટેસ્ટના 1500થી 2000 હજાર રૂપિયા લેવામાં આવતા હતા.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યુ હતું કે, રાજ્યમાં આ ઘટાડો અમલી બનશે. ખાનગી લેબમાં હવે માત્ર 800 રૂપિયામાં ટેસ્ટ થશે. દિલ્હી અને રાજસ્થાન સરકારે પહેલા જ આ ટેસ્ટની કિંમતમાં ઘટાડો કર્યો છે, ત્યારબાદ હવે ગુજરાત સરકારે પણ ઘટાડો કર્યો છે. છેલ્લા ઘણા સમયથી આ ટેસ્ટની કિંમતને લઇ સવાલો ઉઠી રહ્યા હતા, ત્યારે રાજ્ય સરકારે આ ઘટાડો અમલી બનાવ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ બેઠક દરમ્યાન આ મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ રાજ્યમાં સતત વધતા કોરોનાના કેસ વચ્ચે રાજ્યની મધ્યમ વર્ગીય જનતા અને ગરીબ જનતા માટે સારા સમાચાર આવ્યા છે.