અમદાવાદ : કોરોના ટેસ્ટના થતાં વધુ ખર્ચના કારણે ઉઠ્યા હતા અનેક સવાલો, જુઓ પછી રાજ્ય સરકારે શું કર્યું..!

અમદાવાદ : કોરોના ટેસ્ટના થતાં વધુ ખર્ચના કારણે ઉઠ્યા હતા અનેક સવાલો, જુઓ પછી રાજ્ય સરકારે શું કર્યું..!
New Update

દિલ્હી અને રાજસ્થાન બાદ હવે ગુજરાત સરકારે પણ કોરોના ટેસ્ટમાં રાહત આપી છે. સરકારે કોરોના ટેસ્ટ હવે 800 રૂપિયામાં થઇ શકશે. તો આ ટેસ્ટ જો આપ ઘરે કરાવશો, તો 1100 રૂપિયા ચાર્જ આપવો પડશે. પહેલા આ ટેસ્ટના 1500થી 2000 હજાર રૂપિયા લેવામાં આવતા હતા.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યુ હતું કે, રાજ્યમાં આ ઘટાડો અમલી બનશે. ખાનગી લેબમાં હવે માત્ર 800 રૂપિયામાં ટેસ્ટ થશે. દિલ્હી અને રાજસ્થાન સરકારે પહેલા જ આ ટેસ્ટની કિંમતમાં ઘટાડો કર્યો છે, ત્યારબાદ હવે ગુજરાત સરકારે પણ ઘટાડો કર્યો છે. છેલ્લા ઘણા સમયથી આ ટેસ્ટની કિંમતને લઇ સવાલો ઉઠી રહ્યા હતા, ત્યારે રાજ્ય સરકારે આ ઘટાડો અમલી બનાવ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ બેઠક દરમ્યાન આ મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ રાજ્યમાં સતત વધતા કોરોનાના કેસ વચ્ચે રાજ્યની મધ્યમ વર્ગીય જનતા અને ગરીબ જનતા માટે સારા સમાચાર આવ્યા છે.

#Ahmedabad #Nitin Patel #Ahmedabad Collector #Ahmedabad News #Corona test #DyCM Nitin Patel #Ahmedabad Corona #ahmedabad corona checking
Here are a few more articles:
Read the Next Article