અમદાવાદ: કોરોનાનો કહેર વધતાં પરપ્રાંતિયોમાં ભયનો માહોલ, જુઓ શેનો સતાવે છે ડર

New Update
અમદાવાદ: કોરોનાનો કહેર વધતાં પરપ્રાંતિયોમાં ભયનો માહોલ, જુઓ શેનો સતાવે છે ડર

રાજયમાં કોરોનાનો કહેર વધતાં આંશિક લોક ડાઉનની સ્થિતિ સર્જાય રહી છે ત્યારે અમદાવાદમા વસવાટ કરતાં પર પ્રાંતિયોને લોકડાઉનનો ડર લાગી રહ્યો છે અને પોતાના વતન તરફ પ્રયાણ કરવાનું વિચારી રહ્યા છે

રાજ્યમાં કોરોના બેકાબુ બની રહ્યો છે ત્યારે અમદાવાદમાં અનેક પાબંદી લગાવવામાં આવી છે॰ બહારના રાજ્યોમાંથી અમદાવાદ વેપાર ધંધા માટે આવતા પર પ્રાંતિયો માં ભય વ્યાપી ગયો છે અમદાવાદમાં બહારના રાજ્યોમાંથી લાખો લોકો આવે છે તેમાં અનેક લોકો છૂટક અને સીઝનેબલ વેપાર કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચાલાવે છે ત્યારે યુપી થી કાપડ વેચવા આવેલ 5 થી 6 યુવાનો સરકારના નિર્ણય થી આહટ છે તેમનું કેહવું છે કે આવી રીતના નિર્ણય લેવાથી ગરીબ વર્ગનું જીવન જીવવું મુશ્કેલ થશે એક વર્ષ પહેલાના લોકડાઉન બાદ સ્થિતિ સામાન્ય થઇ હતી ત્યાં ફરી જે સ્થિતિનું નિર્માણ થયું છે તેનાથી ડર લાગી રહ્યો છે

Latest Stories