અમદાવાદ : ફાયર વિભાગે હોસ્પિટલોમાં ઓકિસજન પ્લાન્ટ તથા ફાયર સેફટીની કરાઇ ચકાસણી

New Update
અમદાવાદ : ફાયર વિભાગે હોસ્પિટલોમાં ઓકિસજન પ્લાન્ટ તથા ફાયર સેફટીની કરાઇ ચકાસણી

મહારાષ્ટ્રના નાસિકમાં પાઇપલાઇનમાં લીકેજ થતાં ઓકિસજનના અભાવે કોરોનાના 22 દર્દીઓના મોત બાદ અમદાવાદમાં આવી ઘટના ન બને તે માટે ફાયર વિભાગ એકશનમાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી શહેરની વિવિધ હોસ્પિટલોમાં ચેકિંગ કરવામાં આવી રહયું છે.

નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન સિલેન્ડર લીકેજ થતાં કોરોનાના 22 દર્દીઓના મોતની ઘટના બાદ અમદાવાદમાં ફાયર વિભાગે તાબડતોડ ચેકિંગની કામગીરી શરૂ કરી છે. છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદની અલગ અલગ હોસ્પિટલોમાં જઈને ઓક્સિજનની બોટલો કેવી રીતે રાખવામાં આવે છે, પ્લાન્ટ છે તો ત્યાં કેવા પ્રકારની સાવચેતી રાખવવામાં આવી છે સહિતની બાબતોની તપાસ કરવામાં આવી છે. ઓકિસજનના સિલિન્ડરના વહન દરમિયાન કેવી કાળજી રાખવી તેની સમજ ફાયર વિભાગના અધિકારીઓએ હોસ્પિટલના સ્ટાફને આપી હતી. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ હોસ્પિટલમાં ફાયર એક્સટીનગુયસર મશીન ચાલુ છે કે નહીં તે ચેક કરવાં આવે છે. સાથે સાથે હોસ્પિટલ સ્ટાફને તેનો ઉપયોગ કરતા આવડે છેકે નહિ તે પણ જોવામાં આવી રહયું છે.

અમદાવાદમાં પણ ભુતકાળમાં કોવીડ હોસ્પિટલમાં આગની ઘટનાઓ બની ચુકી છે. મુંબઇમાં પણ હોસ્પિટલો આગની લપેટમાં આવી ચુકી છે અને તાજેતરમાં નાસિકની હોસ્પિટલમાં ઓકિસજનની પાઇપ લીકેજ થઇ હતી. અમદાવાદના ફાયર વિભાગ તરફથી પણ હોસ્પિટલ સત્તાધીશોને દર્દીઓની સલામતી માટે શકય તમામ પગલાંઓ ભરવાની અપીલ કરવામાં આવી છે.

Latest Stories