અમદાવાદ : વાઘનું ચામડું વેચવા નીકળેલા ચાર ઇસમો પોલીસના હાથે ઝડપાયાં, ક્રાઇમ બ્રાંચનું ઓપરેશન

New Update
અમદાવાદ : વાઘનું ચામડું વેચવા નીકળેલા ચાર ઇસમો પોલીસના હાથે ઝડપાયાં, ક્રાઇમ બ્રાંચનું ઓપરેશન

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મૃત વાઘના ચામડાનું વેચાણ કરવા ફરી રહેલા 4 આરોપીની ધરપકડ કરી છે આરોપીઓ આ ચામડાનું વેચાણ 2.50 કરોડમાં કરવાની ફિરાકમાં હતાં.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં ઉભા રહેલા આ આરોપીઓ છે. નૈલેશ જાની, રણછોડ પ્રજાપતિ, અલ્પેશ ધોળકિયા અને મોહન રાઠોડ. આ ચારેય આરોપી મૃત વાઘના ચામડા 2.50 કરોડમા વેચવાની ફિરાકમાં હતા. આ લોકોને કોઇ ગ્રાહક મળે તે પહેલા પોલીસે તેમને ઝડપી લીધા છે. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યુ કે, મોહન રાઠોડ નામના આરોપીને બે વર્ષ પહેલા કર્ણાટકનો એક આરોપી વાઘનું ચામડુ વેચી ગયો હતો. જે મોટી કિમતે બજારમાં વેચવાના હતા અને તેના માટે ગ્રાહક શોધવાની ફિરાકમાં હતા

ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, અમદાવાદમા કેટલાક લોકો વાઘના ચામડા વેચવા ફરી રહ્યા છે. જેના આધારે 1.50 કરોડમા ક્રાઇમ બ્રાંચે ખરીદી કરવાના બહાને એક છટકું ગોઠવ્યું હતું. આરોપીઓની પુછપરછ હાથ ધરી તો ચોંકાવનારી માહિતી સામે આવી એક આરોપી રવિવારી બજારમાં એન્ટિક વસ્તુનું વેચાણ કરે છે. તેના થકી કર્ણાટકના એક શખ્શ સાથે પરિચય થયો હતો તે ઈસમ આ ચામડુ આપી ગયો હોવાની કેફિયત આરોપી જણાવી રહ્યો છે. મૃત વાઘના ચામડા મળતાની સાથે પોલીસે FSL અને વન વિભાગના અધિકારીને જાણ કરવામા આવી હતી. જેની પ્રાથમિક તપાસમા આ ચામડુ સાચું હોવાનું સામે આવ્યુ છે. જેથી હવે વાઘનો શિકાર થયો હતો કે, પછી કુદરતી મોત બાદ ચામડુ ઉતારવામાં આવ્યુ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

Latest Stories