/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/23120134/maxresdefault-172.jpg)
રાજયભરમાં કોરોનાનું સંક્રમણ જેટ ગતીએ વધી રહ્યું છે. અમદાવાદની તમામ કોવિડ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે હોસ્પીટલમાં બેડ મળતા નથી ત્યારે GMDC ગ્રાઉન્ડમાં 900 બેડની હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના DRDOના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટર ખાતે 900 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે આ હોસ્પિટલનું યુદ્ધના ધોરણે કામ થઇ રહ્યું છે. હોસ્પિટલ જીએમડીસીના કન્વેશન હોલમાં તૈયાર કરવામાં આવી રહી છે. આ હોસ્પિટલમાં કોવીડ સારવારને લગતી તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે દરેક બેડ ખાસ પ્રકારના સ્પમ માંથી બનાવવામાં આવશે. આ હોસ્પિટલમાં મેડિકલ તમામ સાધન સામગ્રી સાથે સ્ટાફ સાથે સજ્જ કરવામાં આવી છે. ત્યારે આજે દેશના ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે.
હાલમાં જે મહામારી ચાલી રહી છે તેમાં સૌથી વધારે જરૂર દર્દીને ઓક્સિજનની પડે છે. ત્યારે 900 બેડમાં ક્યાં ઓક્સિજનની અછત ઉભી ના થાય તેના માટે ઓક્સિજનનો એક આખો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. 24 કલાક દર્દીઓને ઓક્સિજન મળી રહે અને ઓક્સિજનની અછત ઉભી ના થાય તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં લગભગ 700 બેડ ઓક્સિજનના રાખવામાં આવ્યા છે જ્યારે 150 બેડ વેન્ટિલેટેડ સુવિધા આપવામાં છે. સાથે ડૉક્ટર્સનો સટાફ પણ 24 કલાક હાજર રહેશે અને દર્દીને કોઈ પ્રકારની અગવડ પડે નહીં તે ધ્યાન રાખવામાં આવ્યું છે.