/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/20164700/maxresdefault-143.jpg)
અમદાવાદમાં કોરોનાની મહામારીનો હાહાકાર છે અને પ્રતિદિવસ 3500થી વધુ કેસ આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ગત 15 તારીખથી શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા 5 દિવસમાં અહીં 9 હજારથી વધુ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે આના પરથી અંદાજ લગાવી શકાય છે કે શહેરમાં સંક્રમણ કેટલી હદે ફેલાયું છે તે દર્શાવે છે.
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે શહેરમાં અલગ અલગ જગ્યાએ ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહયા છે. શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં અલગ અલગ 10થી વધુ ટેસ્ટ માટે કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે અને સવારે 8 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી અહીં કોરોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે. સવારથી અહીં મોટી લાઈનો લાગે છે અહીં રજીસ્ટ્રેશન બાદ આપનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ આપના મોબાઈલમાં 24 થી 36 કલાકની વચ્ચે આપને રિપોર્ટ મળે છે.
5 દિવસ પહેલા શરુ થયેલ આ ટેસ્ટિંગ કેન્દ્રો પર 9 હજારથી વધુ અમદાવાદવાસીઓએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે શહેરમાં અલગ અલગ ડોમમાં પણ રેપિડ ટેસ્ટ સતત કરવામાં આવી રહયા છે છતાં આરટીપીસીઆર ટેસ્ટની વિશ્વનીયતા વધારે હોઈ અહીં વધારે લોકો પોહચી રહયા છે. પ્રથમ દિવસે અહીં 5 કેન્દ્ર હતા પણ ભીડ વધતા વર્તમાન 10 કેન્દ્રો પર કામગીરી ચાલી રહી છે