અમદાવાદ : ધંન્વતરી હોસ્પિટલમાં તમામ બેડ ભરાયાં, દર્દીઓ અને પરિજનો વચ્ચે સંપર્ક તુટયો

New Update
અમદાવાદ : ધંન્વતરી હોસ્પિટલમાં તમામ બેડ ભરાયાં, દર્દીઓ અને પરિજનો વચ્ચે સંપર્ક તુટયો
Advertisment

અમદાવાદના જીએમડીસી મેદાનમાં ઉભી કરાયેલી 900 બેડની ધંન્વતરિ હોસ્પિટલમાં તમામ બેડ ફુલ થઇ ગયાં હોવાનું સત્તાધીશો જણાવી રહયાં છે તો બીજી તરફ દર્દીના પરિજનો આક્ષેપ કર્યા છે કે, બેડ ફુલ હોવા છતાં અમુક લોકોને દાખલ કરવામાં આવી રહયાં છે.

Advertisment

અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ઉભી કરવામાં આવેલી ધંન્વતરી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે પરિવારજનો અને હોસ્પિટલ સત્તાધીશો વચ્ચે ભારે ઘર્ષણ થઇ રહયું છે. લોકોના વિરોધ બાદ ટોકન વગર દર્દીઓને સારવાર માટે દાખલ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પણ ત્રણ દિવસ બાદ હવે હોસ્પિટલની બહાર તમામ બેડ ફુલ થઇ ગયાં હોવાનું બોર્ડ લગાવી દેવાયું છે. હવે વાત કરીશું એક દર્દીની કેવી હાલત થઇ તેની… મહિલા દર્દી જુહાપુરાથી આવ્યા હતા તેમના પતિને ગઈકાલે આખો દિવસ 108માં લઈને તેમને વિવિધ હોસ્પિટલોમાં ફર્યા પરંતુ કોઈ પણ જગ્યાએ બેડ મળ્યો ન હતો. એક આશા સાથે તેઓ આ હોસ્પિટલ ખાતે આવ્યાં હતાં પણ તેમને નિરાશા સાંપડી હતી.

GMDC ગ્રાઉન્ડ ખાતે જે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે તેમના સ્વજનો કહી રહ્યા છે કે તમને છેલ્લા 30 કલાકથી તેમના દર્દી સાથે વાત કરવા દેવામાં આવી નથી. તેમની સ્થતિ કેવી છે. તેમને સારવાર કેવી મળે છે કોઈજ પ્રકારની માહિતી આપવામાં આવતી નથી. દર્દીને કપડા અને દવાઓ મોક્લાવીએ તે પણ સમજાતું નથી. આવી કોઇ જ વ્યવસ્થા જોવા મળતી નથી. હેલ્પ ડેસ્ક ઉભું કરવાં આવ્યું છે પરંતુ ત્યાંથી પણ કોઈ પ્રકારની મદદ મળતી નથી. સારવાર લઇ રહેલાં દર્દીઓ હોસ્પિટલમાં ભગવાન ભરોસે હોય તેવું લાગી રહયું છે.

900 બેડ હોસ્પિટલ બનાવી ત્યાં લોકોને સારવાર પણ આપવાની શરુ કરાવી પરંતુ જે કોમ્યુનિકેશન થવું જોઈએ તે થઈ શકતું નથી. જેના કારણે હોસ્પિટલની અંદર સારવાર લઇ રહેલાં દર્દીઓની સ્થિતિ કેવી છે તેમની ચિંતા બહાર રહેલાં પરીવારજનોને સતાવી રહી છે. હોસ્પિટલમાં સારવાર મળી રહેશે તેવી આશા સાથે દર્દીઓ આવી રહયાં છે પણ તેમના હાથ નિરાશા લાગી રહી છે. રાજય સરકારે આ હોસ્પિટલ તરફ ધ્યાન આપી દર્દીઓને હાલાકીના બદલે સુવિધા મળે તેવા પ્રયાસો કરવા જોઇએ.

Latest Stories