અમદાવાદ : કોરોનાની ત્રીજી લહેરમાં કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે હોસ્પિટલો સજ્જ થઈ, જુઓ કેવી કરાય છે વ્યવસ્થા..!

New Update
અમદાવાદ : કોરોનાની ત્રીજી લહેરમાં કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે હોસ્પિટલો સજ્જ થઈ, જુઓ કેવી કરાય છે વ્યવસ્થા..!

કોરોનાની બીજી લહેરમાં અનેક સરકારી હોસ્પિટલમાં દર્દીઓને બેડ નહીં મળવા, વેન્ટિલેટરની ઘટ થતા બાયપેપની સુવિધા ન મળવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સોલા સિવિલ હોસ્પિટલમાં 25 બાયપેપ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેર દરમ્યાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન ઊભી થાય તે માટે આ બાયપેપ મશીન સાથે અમદાવાદની હોસ્પિટલો સજ્જ થઇ રહી છે.

કોરોનાની બન્ને લહેરમાં અમદાવાદ શહેર હોટસ્પોટ બન્યું હતું. સરકારી સહિત અનેક ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ હતી, ત્યારે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ અને બાયપેપ માટે દર્દીઓને આમતેમ ભટકકવું પડતું હતું. જેના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડતો હતો. જોકે, હવે કોરોનાની ત્રીજી લહેર આવે તો તેનો સામનો કરવા રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે રાજ્યની અનેક સરકારી હોસ્પિટલોમાં બાયપેપ મશીન આપવામાં આવી રહ્યા છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત્ર શાહે પોતાની ગ્રાન્ટમાંથી અમદાવાદની બીજી સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી સોલા સિવિલ હોસ્પિટલમાં 25 બાયપેપ મશીન અર્પણ કર્યા છે, ત્યારે હવે આ બાયપેપ મશીન મળવાથી અહીં આવનાર તમામ ગંભીર દર્દીઓની યોગ્ય સારવાર કરવાનું શક્ય બન્યું છે.

Latest Stories