દેશના સૌથી અમીર મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી કાર મુકવાની તપાસ હાલ એનેઆઈએ અને મુંબઇ એટીએસ કરી રહી છે. તેવામાં આ આખા કેસમાં ષડ્યંત્ર ઘણા સમય અગાઉથી રચાયું હતું. આ ષડ્યંત્ર માટે જરૂરી વસ્તુ માટે સચિન વઝેએ કામ સીંદે નામનાં સસ્પેન્ડ પોલીસકર્મી સોંપ્યું અને તેને કોમ્યુનિકેશન માટે બુકી નરેશ મારફતે અમદાવાદથી સિમ કાર્ડ મેનેજ કરાવ્યા હતા તેવી વિગતો પણ બહાર આવી રહી છે. જેમાં ગાયત્રી ટ્રેડર્સના માલિક કિશોર ઠક્કરે બોડકદેવમાંથી આ સિમ કાર્ડ ખરીદ્યા હોવાનું બહાર આવ્યું છે. જે બાદ મુંબઈ ATSએ અમદાવાદથી તેની ધરપકડ કરી હતી.આ હાઈ પ્રોફાઈલ કેસમાં રોજ-રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તેવા સમયમાં એન્ટિલિયાની બહાર પાર્ક સ્કોર્પિયો કાર ષડ્યંત્ર હોવાનું સામે આવી રહ્યું છે. આ કેસમાં ષડ્યંત્ર માટે ઉપયોગમાં લેવાયેલા સીમકાર્ડ અમદાવાદથી મેનેજ કરાવવામાં આવ્યા હોવાની વિગત સૂત્રો પાસેથી જાણવા મળી છે. જેમાં મુંબઈ ATSની ટીમ હિરેન હત્યા કેસની તપાસમાં અમદાવાદ પહોંચી હતી. અહીં તપાસ દરમિયાન અમદાવાદથી ગાયત્રી ટ્રેડર્સ નામથી ખરીદાયા હોવાનું સામે આવ્યું છે. પકવાન ચાર રસ્તા પાસેથી ગાયત્રી ટ્રેડર્સના માલિક કિશોર ઠક્કરે 14 સિમ કાર્ડ ખરીદ્યા હતા. જેમાંથી 5 સિમ કાર્ડનો ઉપયોગ એન્ટિલિયા કેસમાં કરાયો હતો. ત્યારે ફેકટરી મલિક અને બુકી નરેશ ઘોર વચ્ચેના કનેક્શન સામે આવ્યા છે. મુંબઈ ATSએ હાલમાં અમદાવાદમાંથી ફેક્ટરી માલિકની ધરપકડ કરીને મુંબઈ જવા રવાના થઈ છે.
અમદાવાદ: બહુચર્ચિત એન્ટિલિયાકેસનું ગુજરાત કનેક્શન, જુઓ શું થયો મોટો ખુલાસો
New Update