કોરોનાનું વધતું સંક્રમણ, હોટલનું હોસ્પિટલમાં રૂપાંતરણ કરવું પડ્યું

New Update
કોરોનાનું વધતું સંક્રમણ, હોટલનું હોસ્પિટલમાં રૂપાંતરણ કરવું પડ્યું

અમદાવાદમાં સતત વધતા કોરોના કહેર વચ્ચે સરકારી હોસ્પિટલો હાઉસ ફૂલ થઇ રહી છે સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે લોકો આમતેમ ભટકી રહયા છે ત્યારે શહેરના જાણીતા અક્ષર ટ્રાવેલર્સ અને ઓરિયેન્ટ ક્લબે સાથે મળી એક હોટેલને કોવિડ 19 માટે તૈયાર કરી છે.

અમદાવાદમા દિનપ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે અને શહેરની મોટાભાગની તમામ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે ત્યારે શહેરના ગુજરાત કોલેજ પાસે ઓરેન્ટ ક્લબના 30 રૂમ આઇસોલેટ માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે. કોઈ ફાઈવ સ્ટાર હોટેલને પણ પાછળ પાડી દે તેવા રૂમ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

આ ક્લબમાં નોમિનલ ચાર્જમાં અહીં કોરેન્ટાઇન થવા માંગતા લોકોને દાખલ કરવામાં આવશે અહીં દરેક પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અહીં સવાર સાંજની ચા, બોપોરનું જમવાનું અને સાંજનું જમવાનું પણ પેકેજમાં સામેલ કરવામાં આવ્યું છે એટલુંજ નહિ પણ સાથે કોરોના પોઝિટિવ દર્દીઓને 2 ટાઈમ આયુર્વેદિક ઉકાળા પણ આપવામાં આવશે. ઓરિયેન્ટ ક્લબ એક મોટી ક્લબ છે અહીં જે દર્દીઓ સારવાર માટે દાખલ થાય છે ત્યારે અહીં કામ કરતા સ્ટાફ માટે પણ સતર્કતા રાખવામાં આવી છે દરેક સટાફને પીપીઈ કીટ પણ આપવામાં આવશે જેથી સ્ટાફમાં કોઈ પણ પ્રકારનું સંક્ર્મણ ફેલાઈ નહિ. અહીં કોરોના માટે આખો એક વિભાગ અલગ ઉભો કરવામાં આવ્યો છે.

અહીં સારવાર માટે આવેલ દર્દીને વિડિઓ કોન્ફ્રન્સ અથવા મોબાઈલ થકી નિષ્ણાત ડોકટરો દ્વારા સારવાર આપશે. શહેરમાં અલગ અલગ હોટેલ સાથે આ ટાઈપ કરવામાં આવી રહ્યું છે ક્લબનું કેહવું છે કે આવી રીતના તેઓ કોરોના સામે લડવા માટે કટિબબધ છે ઘણા પરિવારોમાં વૃદ્ધ અને બાળકો હોવાથી ઘરે આઇસોલેટ થવામાં જોખમ હોઈ છે ત્યારે અમારે ત્યાં તે એક વ્યકતિ સારવાર લઇ શકશે તેથી જોખમ પણ ઓછું રહેશે અહીં ઇમર્જન્સી માટે નર્સ પણ 24 કલાક તૈનાત રહેશે તો ઓક્સિજન અને વેન્ટિલેટર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પ્રાથમિક તબક્કામાં 30 રૂમ તૈયાર કરી દેવામાં આવ્યા છે જો વધારે ઈન્કવાયરી આવશે તો બીજા રૂમ પણ તૈયાર કરવામાં આવશે. ઘર જેવું વાતવરણ મળી રહે તેવી કોશિશ કરવામાં આવી છે અહીં રૂમમાં ટીવી ફ્રી વાઇફાઇની સુવિધા પણ આપવામાં આવશે જેથી દર્દીનો સમય પણ પસાર થાય આમ સતત વધતા કોરોના સંક્ર્મણ વચ્ચે અમદાવાદમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

Latest Stories