/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/06175832/maxresdefault-65.jpg)
અમદાવાદમા આજે પડતર માગો લઈને HTAT હિતરક્ષક સંઘના આચાર્યો દ્વારા રેલી અને વિરોધ પ્રદર્શન કરીને કલેકટર રજુઆત અંગે આવેદન પત્ર પાઠવ્યું હતું….
અમદાવાદ ખાતે નીકળેલી આ રેલીમાં 200 જેટલા અલગ અલગ સ્કૂલના આચાર્યો દ્વારા પોસ્ટર,બેનરો અને ગાંધી ટોપી પર બેનરો અને માસ્ક પર પેંટીંગ સાથે ગાંધીઆશ્રમ થી કલેકટર સુધી રેલી યોજીને વિરોધ કર્યો હતો…ત્યારે વિરોધ કરી રહેલા Htat આચાર્યોએ પડતર પ્રશ્નોને લઈને સરકારને વારંવાર રજુઆત બાદ પણ પરીણામ ન મળતા આજે વિરોધ કર્યો હોવાનું જણાવ્યું હતું…
તેમના પ્રશ્નો અંગે વાત કરતા કહ્યું હતું કે HTAT કેડર લાગુ કરાઈ ત્યારથી હજુ સુધી મુખ્યશિક્ષકોના પ્રશ્નો વણઉકેલ્યા સમાન છે…એટલે કે HTAT કેડર 2012માં લાગુ કરાઈ 2020 સુધી કોઈ નોમ્સ તેમજ મુખ્ય શિક્ષક માટે બઢતી જેવા નિયમો હજુ બન્યા નથી…તેમજ HTAT કેડરના મુખ્યશિક્ષકની જુનિયર શિક્ષકો સાથે પગાર વિસંગતતા દૂર કરવામાં આવી નથી અને 2012માં અને ત્યાર બાદ લાગેલ તમામ એચ ટાટ માં જે લાગ્યા તેમને પ્રમોશનમાં 4400 ગ્રેડ પે મળવા પાત્ર છતાં નહિ મળ્યા ફરિયાદો કરી રહ્યા છે….
આજદે કલેકટર ને જે આવેદન પત્ર આપવવામાં આવ્યું છે તેનું પરિણામ જો નહિ મળે તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવામાં આવશે અને વિધાનસભાનો ઘેરાવો પણ કરવામાં આવશે. છેલ્લા 8 વર્ષથી તેમના આ મુદાઓને લઈને લડી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં નથી આવતા અને તેમની માગને પણ સ્વીકારવામાં આવતી નથી.