અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડર ગ્રુપ ઉપર વહેલી સવારથી ઈન્કમટેક્ષના દરોડા શરૂ થઈ ગયા છે. દશરથ પટેલ છગન પટેલ સહિત તેમના તમામ પાર્ટનર અને તેમની સાથે સંકળાયેલા તમામ લોકોને ત્યાં મોટી સંખ્યામાં અધિકારીઓ ત્રાટકયા કરોડોની કરચોરી સામે આવે તેવી સંભાવના રહેલી છે.
અમદાવાદ શહેરના વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડર ફરી એકવખત ચર્ચાઓમાં આવ્યા છે. અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરના ત્યાં ITના દરોડા પાડવામાં આવ્યા છે. આઈટી વિભાગે આજે એક સાથે 25 જગ્યાએ દરોડા પાડ્યા છે. શહેરના વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડરને ત્યાં દરોડા પડતા અન્ય બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ઓફિસ અને ઘરે આઈટીએ દરોડા પાડ્યા છે.શહેરના વિવાદાસ્પદ બિલ્ડર પોપ્યૂલર ગ્રૂપની ઓફિસ અને નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન ચાલું છે.આ સિવાય દશરથ અને વિરેન્દ્ર પટેલના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલના નિવાસ સ્થાને પણ આઈટીએ આજે રેડ પાડીને સપાટો બોલાવ્યો હતો. છેલ્લે મળતી માહિતી પ્રમાણે સવારે 8 વાગ્યાથી IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલું છે.