/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/05172242/maxresdefault-70.jpg)
અમદાવાદ સ્થિત સરદાર પટેલ મેેમોરીયલ ખાતે શનિવારના રોજ મરહુમ સાંસદ અહમદ પટેલની પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રોના આગ્રણી, આગેવાનો તેમજ કાર્યકરોએ હાજર રહી સ્વ. સાંસદ અહમદ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું 25 નવેમ્બરે અવસાન થયું હતું ત્યારે આજે શનિવારના રોજ અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદના સરદાર પટેલ મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ અને અલગ અલગ સમાજના વરિષ્ઠ લોકો શ્રદ્ધાંજલિ આપવા પોહ્ચ્યા હતાં. આ અવસરે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ પણ હાજર રહયા હતાં. શ્રદ્ધાંજલિ આપવા પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ આવ્યાં હતાં.
ભરૂચના અંકલેશ્વર તાલુકા પીરામણ ગામના કબ્રસ્તાનમાં 26 નવેમ્બરે અહેમદ પટેલનાં માતા-પિતાની કબરની બાજુમાં જ તેમના પાર્થિવદેહની દફનવિધિ કરવામાં આવી હતી. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતાં ખાસ ચાર્ટર પ્લેન મારફત તેમના પાર્થિવદેહને વડોદરા એરપોર્ટ પર લવાયો હતો રાજ્યના વરિષ્ઠ નેતાઓએ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી કરી હતી
રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ અહેમદ પટેલ સાથે સંબંધો ને યાદ કર્યા હતા તો પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ પણ અહેમદ પટેલને ઉમદા વ્યકતિ હતાં તેમ જણાવી શ્રધ્ધાજલિ અર્પણ કરી હતી. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા એ કહ્યું કે તેમના અધૂરા કાર્યો ને આગળ ધપાવવા ની જવાબદારી આપણી છે તેમ જણાવ્યું હતું.