અમદાવાદ : પેટાચૂંટણી અને તહેવારો નજીક આવતા જ બુટલેગરો બન્યા “બેફામ”, જુઓ પોલીસે શું કર્યું..!

New Update
અમદાવાદ : પેટાચૂંટણી અને તહેવારો નજીક આવતા જ બુટલેગરો બન્યા “બેફામ”, જુઓ પોલીસે શું કર્યું..!

રાજ્યમાં તહેવારો અને પેટાચૂંટણી નજીક છે, ત્યારે શહેરમાં દારૂ વેચનારાઓ સામે પીસીબીએ બાઝ નજર સાથે નિયંત્રણ રાખી રહી છે. યેનકેન પ્રકારે દારૂના વેચાણ કરવા બુટલેગરો બેફામ બને તે પહેલા તેનો પર્દાફાશ કરવા પીસીબી હરકતમાં આવી ગઈ છે. અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં પીસીબીએ દારૂ વેચનારાઓ સામે ત્રાટકી જંગી માત્રામાં દારૂ પકડી પાડ્યો છે.

દારૂના ધંધામાં બુટલેગરના અવનવા કીમિયા સામે આવે છે, ત્યારે હવે બુટલેગર પણ રીતસર ઇન્ડસ્ટ્રીઝની જેમ એસ્ટેટમાં ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો મૂકતા હતા. ત્યાર બાદ તેઓ રિક્ષા, બાઇક કે જે સાધન મળે તેના વડે અમદાવાદ શહેરમાં બિનધાસ્ત દારૂની ડિલિવરી કરતા હતા. PCBની ટીમને બાતમી મળી હતી કે, અલ કુબ એસ્ટેટ દાણીલીમડામાં એક ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો પડ્યો છે. જેથી PCBની ટીમે રેડ કરી હતી, પણ પોલીસને જે બાતમી હતી તેના કરતાં વધુ મોટો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રૂપિયા 30 લાખની કિંમતનો દારૂ પકડાતા અમદાવાદ પોલીસ પણ ચોકી ઉઠી છે. પોલીસને ગોડાઉનમાંથી 6,000થી વધુની દારૂની બોટલ મળી આવી હતી.

આ દારૂ રાખવા માટે આરોપીઓએ 1 દિવસ પહેલાં જ ગોડાઉન ભાડે રાખ્યું હતું. આ પહેલાં તેઓ લોકડાઉન સમયથી આ રીતે બે-ત્રણ દિવસ માટે અલગ અલગ જગ્યાએ દારૂનો જથ્થો રાખવા માટે ગોડાઉન ભાડે રાખતા હતા. આ સમગ્ર રેકેટમાં પોલીસે ઇસ્તિયાક સૈયદ, વિવેક સંઘાણી, અને મુસ્તાક શેખની ધરપકડ કરી છે, જ્યારે આ પ્રકરણમાં ઇલયાસ સૈયદ હજી વોન્ટેડ છે. જેની પાસેથી અમદાવાદના દારૂના કેરિયરની વિગતો જાણવા મળશે તેવું તપાસ એજન્સી પાસેથી જાણવા મળી રહ્યું છે.

Latest Stories