અમદાવાદ : સતત બીજા દિવસે પણ કોરોના ટેસ્ટ માટે લાગી લાંબી કતાર, લોકોમાં ફેલાયો ભયનો માહોલ

New Update
અમદાવાદ : સતત બીજા દિવસે પણ કોરોના ટેસ્ટ માટે લાગી લાંબી કતાર, લોકોમાં ફેલાયો ભયનો માહોલ

અમદાવાદમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના દર્દીઓમાં એકદમ વધારો જોવા મળી રહ્યો છે. ફરી એક વખત કોરોનાએ માથું ઉચક્યું છે. છેલ્લા 24 કલાકમાં 240 કેસ નોંધાયા છે, ત્યારે લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે સતત બીજા દિવસે પણ લાંબી કતારોમાં જોવા મળ્યા છે.

Advertisment W3.CSS

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા જે વિના મુલ્યે કોરોના ટેસ્ટના ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે, ત્યાં તમામ સ્થળોએ બીજા દિવસે પણ લોકોની ભારે ભીડ જોવા મળી છે. જે પ્રમાણે દિવાળીના તહેવાર પહેલા લોકોએ નાના મોટા બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે કોરોનાનું સક્ર્મણ વધ્યું હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધુ જોવા મળ્યું છે. બોડકદેવ, વસ્ત્રાપુર, સેટેલાઇટ, જોધપુર જેવા વિસ્તારોમાં ઘણા પોઝેટીવ કેસ સામે આવ્યા છે.

અમદાવાદના ઇસ્કોન, પ્રભાત ચોક, વસ્ત્રાપુર, બોડકદેવ, શ્યામલ જેવા વિસ્તારોમાં અંદાજે લોકોની દોઢથી બે કિલોમીટર લાંબી કતારો જોવા મળી છે. લોકો હવે સ્વયંભૂ ટેસ્ટ કરાવવા માટે આવી રહ્યા છે. પ્રભાત ચોક વિસ્તારમાં ટેસ્ટ કરાવવા માટે આવેલા લોકોમાંથી લગભગ કહી શકાય કે 70 ટકા લોકો પોઝિટિવ આવ્યા છે. જોકે એક કલાકમાં 25 જેટલા લોકોના ટેસ્ટ પોઝિટિવ આવતા કોરોના ટેસ્ટ ટેન્ટ પણ બંધ કરવામાં આવ્યો હતો.

Latest Stories