/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/01212916/maxresdefault-9.jpg)
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં ધોળા દિવસે ગેંગવોરની ઘટનાએ આકાર લીધો હતો. નેશનલ હાઇવે નંબર 8 પાસે આવેલી કાર એસેસરીઝની દુકાનમાં બે ગેંગ વચ્ચે ઘાતક હથિયારો સાથે ઘર્ષણ થતા જીવલેણ હુમલાના આ દ્રશ્ય જોઈને જનતા ભયભીત થઈ ગઈ હતી. કેવા હતા બે ગેંગ વચ્ચે થયેલા જીવલેણ હુમલાના દ્રશ્યો અને તેની હકીકત જોઈએ આ ક્રાઇમ અહેવાલમાં.
જુઓ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં ધોળા દિવસે થયેલા ગેંગ સીસીટીવી ફૂટેજ. વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે માથાભારે તત્વોને હવે ખાખી વર્દી નો ખોફ નથી રહ્યો... સીસીટીવી દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે લાકડાના રાહુલ ચૌહાણ અને ગૌરવ સહિત કેટલાક શખ્સો તલવાર અને પિસ્તોલ જેવા ઘાતક હથિયારો સાથે કાર એસેસરીઝની દુકાનમાં ઘૂસી આવ્યા... ઠક્કર નગર ચાર રસ્તા નજીક આવેલી સિદ્ધિવિનાયક કાર એસેસરીઝની દુકાનમાં ફ્રેકચર ગેંગનો અશોક ગોસ્વામી અને તેના સાગરિતો બેઠા હતા તે દરમિયાન માં જીવલેણ હુમલો કર્યો.. આમને સામને મારામારી થઈ અને ફાયરિંગ કરવાની કોશિશ કરવામાં આવી પરંતુ ગુનેગાર નિષ્ફળ રહ્યા...
જોકે સીસીટીવીના દ્રશ્યો તમામ ઘટનાની હકીકત બયાન કરી રહ્યા છે.. CCTV દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બંને વચ્ચેનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચી જતા ધોળા દિવસે હત્યાની કોશિશ અને અંજામ આપવા ના ષડયંત્રો થઈ રહ્યા છે.. અને બીજી તરફ શરમજનક વાત છે કે, શિવા સુરક્ષા અને શાંતિની વાતો કરતી પોલીસ નો હવે ગુનેગારોને ભય નથી રહ્યો... છેલ્લા ઘણા સમયથી અમદાવાદ પૂર્વ વિસ્તારની માથાભારે લાકડા ગેંગ અને ફ્રેક્ચર ગેંગ વચ્ચે રૂપિયાની લેતીદેતી સહિતના અનેક વિવાદો ને લઈને આંતરિક ઘર્ષણ ચાલી રહ્યું છે... જેના કારણે વિવાદ ચરમસીમા પર આવી જતાં આજે લાકડા ગેંગના સાગરિતોએ ફેક્ચર ગેંગના અશોક ગોસ્વામિ પર મોકો જોઈને જીવલેણ હુમલો કર્યો.. પરંતુ તેમની આ કોશિશ નિષ્ફળ રહી.. પરંતુ ઘાતક હથિયારો સાથે નામ મારામારીના દ્રશ્યો જોઈને જનતા માં અશાંતિ અને ભયનો માહોલ ફેલાઇ ગયો છે...
જોકે દિવસે થયેલા ગેંગોના હુમલાને લઈને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તંત્ર હવે ગુનેગાર શખ્સોને પકડવા સક્રિય થવું છે.. અમદાવાદમાં પૂર્વ વિસ્તાર ખાતે માથાભારે તત્વો તરીકે ઓળખાતી લાકડા ગેંગ અને ફેક્ચર ગેંગના તકરારની હકીકત જાણવા અને ઘટનાના મૂળ સુધી પહોંચવા સેક્ટર-2 સ્કોડ, ક્રાઈમ બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસ દ્વારા તપાસના ચક્રોગતિમાન કરી આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે..