/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/08164404/maxresdefault-104.jpg)
કોરોના મહામારીનો ભય લોકોમાં એટલી હદે ફેલાયેલો છે કે રાજ્યનાં વિવિધ શહેરોનાં સ્મશાનોમાં 900થી વધુ કોરોના મૃતકોનાં અસ્થિ સ્વીકારવાનો સ્વજનોએ ઈનકાર કર્યો હતો, જેને કારણે ઘણા કેસમાં સ્મશાનના કર્મચારીઓ કે સ્વયંસેવકોએ અસ્થિ વિસર્જિત કર્યા હતા અમદાવાદમાં પણ કોરોનાનો હાહાકાર છે અને અહીંના મુક્તિધામ માં શું સ્થિતિ છે તે જાણવાનો પ્રગત્ન કર્યો કનેક્ટ ગુજરાતની ટીમે………
જનો દ્વારા અસ્થિનો અસ્વીકારની ઘટનાઓ રાજ્યભરમાં નોંધાઈ છે.અમદાવાદ વડોદરા સુરત ભરૂચ અને નવસારીમાં કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનોની અસ્થિઓ નહિ સ્વીકારવાની ઘટનાઓ સામે આવી છે અમદાવાદમાં અત્યાર સુધીમાં 1812 જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે, ત્યારે 450 જેટલા કોરોના મૃતકોની અત્યેષ્ઠી તેમને લઇને આવનારા કર્મચારીઓ અથવા તો સ્મશાનના કર્મચારી દ્વારા કરી દેવામાં આવી હતી. કોરોનાને કારણે મૃત્યુ પામેલા 25 ટકા લોકોની અંતિમક્રિયામાં સ્વજનો આવ્યાં નથી. અમદાવાદમાં જોકે અગાઉના દિવસોમાં કેસ વધારે હતા ત્યારે અસ્થિ નહીં સ્વીકારવાનું પ્રમાણ પણ વધારે હતું. હવે મૃતકોની સંખ્યા ઘટતાં આ પ્રમાણ ઘટ્યું છે.અહીં મુક્તિધામ માં પણ અનેક સ્વજનો પરિવારો એવા છે જે અસ્થિ લેવા નથી આવતા અને તેનું વિસર્જન સામાજિક સંસ્થા કરે છે
અમદાવાદમાં સદવિચાર પરિવાર આવા અસ્થિઓનું વિસર્જન કરે છે. અમદાવાદના એલિસબ્રિજ મુક્તિધામમાં સૌથી વધારે કોરોના દર્દીઓના મૃતદેહો આવે છે અહીં જ્યારે કનેકટ ગુજરાતની ટીમે મુલાકાત લીધી ત્યારે મુક્તિધામના સંચાલકનું કેહવું છે કે અહીં ઓપરેટર જે હોઈ છે તેને ખબર હોઈ છે અમારે અહીં નોંધણી કરવાની હોઈ છે અહીં અસ્થિ જે લેવામાં નથી આવતા તેનું વિસર્જન ચાણોદ ખાતે કરવામાં આવે છે કનેક્ટ ગુજરાતની ટીમે આ બાબતમાં સંબધિત અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ સંપર્ક થતો નથી.