અમદાવાદ : મહેશ-નરેશની સદગત જોડીને કોંગ્રેસે પાઠવી શ્રદ્ધાંજલી

અમદાવાદ : મહેશ-નરેશની સદગત જોડીને કોંગ્રેસે પાઠવી શ્રદ્ધાંજલી
New Update

મહેશ-નરેશની બેલડીન દુખદ અંતથી સમગ્ર ઢોલીવુડ સહિત ગુજરાત શોકગ્રસ્ત બન્યું છે ત્યારે કોંગ્રેસે પણ બંને ભાઈઓને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર નરેશ કનોડિયાના નિધન પર સમગ્ર રાજયમાં શોકનો માહોલ છે ત્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસે પણ નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને કહ્યું કે કલા કોઈ પણ ધર્મ, જાતિ, પ્રાંત, લિંગ કે ઉંમરની મોહતાજ નથી એ મહેશ-નરેશની બેલડી એ સિદ્ધ કરી બતાવ્યું. જન્મના બંધનોને તોડી કર્મની કેડી કંડારનાર નરેશ કનોડીયા માત્ર ફીલ્મી પરદાના જ નહી પરંતુ અસલ જીંદગીના પણ સુપરસ્ટાર હતા. લઘુતાગ્રંથી અને નકારત્મકતાને ખંખેરી મૂખ્યધારામાં પ્રવેશ જ નહી એ ધારા અને પ્રવાહને પોતાના આગવા અંદાજથી સ્વયં તરફ વહેવા મજબુર કરનાર મહેશ- નરેશ ની બેલડી લાખો કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત હતા.

મહેશભાઈ અને નરેશભાઈનો જન્મ એક નાનકડા ગામ કનોડામાં અને એ પણ દરિદ્રતા બારસાખે ટીંગાઈ હોય તેવા ખોરડામાં થયો. ઉપેન્દ્ર ત્રિવેદી, અવિનાશ વ્યાસ, રમેશ મહેતા, શ્રીકાન્ત સોની જેવા રૂપાળા અને જામી ગયેલા કલાકારોનો ઢોલીવુડમાં દબદબો હતો એ જમાનામાં નરેશભાઈ સિવાય કોઈ ગ્લેમરની દુનિયાના દ્વારે ટકોરા મારવાનું વિચારી પણ ના શકે તેવી સ્થિતિ પણ આ કલાકારે તમામ રૂઢીગત માન્યતાઓને પોતાની એક અલગ અદાથી તોડી અને પ્રસંશકોનો એક વર્ગ ઉભો કર્યો. નરેશભાઈ એ સિદ્ધ કર્યું કે કલા દેખાવની પણ મોહતાજ નથી. આ કલાકારે અસામાન્ય લોકચાહના મેળવી . માત્ર ફીલ્મી જ નહી સામાજીક અને રાજકીય ક્ષેત્રે પણ એક છાપ છોડી છે.

#Congress #Ahmedabad #tribute #Connect Gujarat News #Ahmedabad News #Naresh Kanodia #Mahesh Kanodia #Mahesh - Naresh
Here are a few more articles:
Read the Next Article