અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતના કેસમાં એક એવો ચોંકાવનારો વળાંક આવ્યો છેજેણે સમગ્ર તપાસની દિશા બદલી નાખી છે.

અત્યાર સુધી જેને ફૂડ પોઈઝનિંગનો કિસ્સો માનવામાં આવતો હતોતેમાં હવે ઊંઘની દવાના કન્ટેન્ટ મળી આવતા રહસ્ય વધુ ગૂંચવાયું છે. ચાંદખેડા પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં દાખલ બાળકીઓના માતા-પિતાવિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબઆ રિપોર્ટમાં બંનેના લોહીમાં ઊંઘની દવાના અંશો અથવા તે પ્રકારનું કન્ટેન્ટ મળી આવ્યું છે. જોકેપોલીસ હજુ સત્તાવાર રીતે એફએસએલ (FSL) ના ફાઈનલ રિપોર્ટની રાહ જોઈ રહી છેજે આગામી બે થી ત્રણ દિવસમાં આવી શકે છે.