ભરૂચના વાગરાના પહાજ ગામનો બનાવ
યુવાનની થઈ હતી હત્યા
સરાજાહેર હત્યા કરાય હતી
આરોપીને ગામમાં લઈ જવાયો
ઘટનાનું કરાયુ રીકન્સ્ટ્રક્શન
ભરૂચના વાગરાના પહાજ ગામે યુવાનની સરા જાહેર હત્યા કરનાર આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું
ભરૂચના વાગરાના પહાજ ગામમાં 27 વર્ષીય વસીમ ઇકબાલ દિવાનની હત્યાના કેસમાં વાગરા પોલીસે તપાસ તેજ કરી છે. 12 સપ્ટેમ્બરની રાત્રે બનેલી ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી આસિફ મહંમદ પટેલની ધરપકડ કરી હતી.હવે પોલીસે આરોપીને પહાજ ગામે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોપીને ગામમાં લાવવામાં આવતાં મૃતકના પરિવારજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વીજળી ગુલ હોવાનો લાભ લઈ આરોપીએ વસીમ પર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓ બાદ સારવાર દરમિયાન વસીમનું મોત થયું હતું.ફરિયાદમાં આરોપીને વસીમ અને તેની પત્ની વચ્ચે પ્રેમસંબંધ હોવાનો વહેમ હોવાનો ઉલ્લેખ છે.
પરિવારજનોએ અન્ય લોકોની સંડોવણીની આશંકા વ્યક્ત કરી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. બીજી તરફ, PI એસ.એન. ગોહિલે બાહેધરી આપી છે કે તપાસમાં જે કોઈ દોષિત જણાશે તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
