ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ અનેક તાલુકાઓમાં મહેર વરસાવી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ ભરૂચ તાલુકામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.વરસાદના આંકડા પર નજર કરીએ તો વાગરા, અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં 3.5-3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે ઝઘડિયા તાલુકામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. આમોદ અને વાલિયા તાલુકામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત જંબુસર તાલુકામાં 11 મી.મી. અને નેત્રંગ તાલુકામાં 6 મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં પડેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા બન્યું છે.સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે. આગામી સમયમાં હજુ વરસાદની શક્યતા વચ્ચે તંત્ર દ્વારા પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.