/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/08100937/9-1.jpg)
રાજ્યભરમાં જે પ્રમાણે પહેલા પરિસ્થિતિ જોવા મળતી હતી. કે સીવીલી હોસ્પિટલ ખાતે 200 થી 300 એમ્બ્યુલન્સ લાઈનમાં ઉભી હોય. દર્દીઓને એમ્બ્યુલન્સમાં અથવા ખાનગી ગાડીમાં આવ્યા હોય તો તેમાંજ તેમને સારવાર આપવામાં આવતી હતી. પરંતુ આજે દ્રશ્યો કઈ બીજા જ જોવા મળે છે. 1200 બેડ ખાતે કોઈજ પ્રકારની લાઈન જોવા નથી મળતી. કારણ કે પહેલા સતત રાજ્યોમાં અને અમદાવામાં કેસ વધારે જોવા મળે છે. હાલ પણ કેસ તો આવી રહ્યા છે પરંતુ સામે હોસ્પિટલમાં બેડ પણ ખાલી મળી રહ્યા છે અને દર્દીઓને સારવામાં મળી રહે છે.
અમદાવાદમાં જે પ્રમાણે છેલ્લા 7 દિવસથી કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેને જોતા અમદાવાદની હોસ્પિટલોમાં પણ હવે દર્દીઓને જગ્યા મળી રહે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેઃજ્યાં 1200 બેડ કોવિડ હોસપીટલ ઉભી કરવામાં આવી છે. ત્યાં થોડા દિવસ પહેલા આજ હોસપીટલમાં દર્દીને દાખલ થવું હોય તો 10 થી 15 કલાક વેટીંગ માં રહેવું પડતું હતું 108 એમ્બ્યુલન્સ 15 15 કલાક લાઈનમાં ઉભી હોય તેવી સ્થિતિ સર્જાય હતી. પરંતુ આજની સ્થિતિ અલગજ જોવા મળી રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક પણ એમ્બ્યુલન્સ કે દર્દીને લાઈનમાં ઉભું રહેવાની જરૂર નથી. તરત જ તેને દાખલ કરવામાં આવે છે અને સારવાર આપવામાં આવે છે. અમદાવાદમા હવે ધીમે ધીમે કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.