વરસાદનો સમય આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સક્રિય થયું છે. પ્રિ મોન્સૂન પ્લાન હેઠળ કરેલ કામગીરીની સમીક્ષા હાથ ધરાઇ હતી. AMC ખાતે મ્યુનિસિપલ કમિશ્નર અને મેયર ની આગેવાનીમાં ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારોની બેઠક મળી હતી.
આ બેઠકમાં એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યુ હતુ કે, અમદાવાદ મહાનગર પાલિકાએ પ્રિ-મોન્સુન કામગીરી સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી હતી.આ બેઠકમાં ભાજપ શાસકોએ સંભવિત કોઈપણ પરિસ્થિતિ માટે પહોંચી વળવા તંત્ર જરૂરી આદેશ આપ્યા હતા. 122 તળાવોમાં વરસાદી પાણી જાય એવી વ્યવસ્થા કરાશે. શહેરમાં આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની 54,000 કેચપીટની બે વાર સફાઈ કરી દેવામાં આવી છે.
ખારીકટ કેનાલ પર 60 થી વધુ ડી વોટરિંગ પંપ ગોઠવવામાં આવ્યા છે. સંભવિત રોડ બેસી શકે એવી 220 જેટલી જગ્યા જરૂરી મશીનરી અને મટેરીયલ તૈયાર રાખવાની સૂચના અપાઈ છે. ત્યાં જ પાણી, ગટર લાઈન નાખવાના કારણે પ્રથમ ચોમાસામાં રોડ બેસી જવાની સંભાવના રહેલી છે.ભારે વરસાદના સમયે 7 ઝોનના ડે.કમિશનર અને ઇજનેરી અધિકારીઓએ પોતાના કન્ટ્રોલ રૂમમાં પહોંચી જવા સૂચના અપાઈ છે.
શહેરમાં AMC ઝોનલ લેવલ અને અન્ય મળી 19 કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. પાલડી સંસ્કાર કેન્દ્ર મોનસૂન કન્ટ્રોલ રૂમ ખાતે 24 કલાક વિવિધ કર્મચારીઓને 6 કલાકની શિફ્ટ મુજબ ફરજ પર મુકાયા છે. શહેરમાં પથરાયેલા 2500 CCTV નેટવર્કથી રોડ પર નજર રાખવામાં આવશે. વધુ પાણી ભરાતા અન્ડરપાસ ની નજીક પરકોલેટિંગ વેલ બનાવવાની સૂચના છે.શહેરમાં ચાલી રહેલા તમામ ખોદકામ 20 જૂન સુધીમાં બંધ કરવાના આદેશ અપાયા છે. ઇમરજન્સી સંજોગોમાં જ ખોદકામ કરવામાં આવશે
