અમદાવાદ : DRDO હોસ્પિટલમાં હવે ખાનગી વાહનોમાં આવતાં દર્દીઓને પણ કરાશે દાખલ

New Update
અમદાવાદ : DRDO હોસ્પિટલમાં હવે ખાનગી વાહનોમાં આવતાં દર્દીઓને પણ કરાશે દાખલ

અમદાવાદમાં બનાવવામાં આવેલી 900 બેડની કોરોનાની હોસ્પિટલ વિવાદનું પર્યાય બની ચુકી છે. ભારે હોબાળા બાદ હવે હોસ્પિટલમાં 108 એમ્બયુલન્સમાં આવતાં દર્દીઓની સાથે ખાનગી વાહનોમાં આવતાં દર્દીઓને પણ સારવાર માટે દાખલ કરવામાં આવશે...

રાજયમાં વધી રહેલું કોરોનાનું સંક્રમણ વહીવટીતંત્ર અને રાજય સરકારની કસોટી લઇ રહયું છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં કન્વેશન સેન્ટર ખાતે 900 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે પણ આ હોસ્પિટલમાં માત્ર 108 એમ્બયુલન્સમાં આવતાં દર્દીઓને દાખલ કરવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. અમદાવાદમાં 108ને ફોન કર્યા બાદ પણ કલાકો સુધી એમ્બયુલન્સ નહિ આવતાં લોકો ખાનગી વાહનોમાં દર્દીઓને લઇને દવાખાનાઓના ચકકરો કાપી રહયાં છે. લોકોનો આક્રોશ જોતાં હવે જીએમડીસી ખાતેની હોસ્પિટલમાં ખાનગી વાહનોમાં આવતાં દર્દીઓને પણ દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે.


ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર ખાતે DRDOના સહયોગથી સરકારે 900 બેડની હોસ્પિટલ કાર્યરત કરી છે. હાઈકોર્ટના આદેશ પ્રમાણે હવે 108 એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને પણ પ્રવેશ અપાશે. જે માટે સૌ પ્રથમ દર્દીના સગાએ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે. આ માટેના ફોર્મ સવારે 8 થી9માં હોસ્પિટલની બહારથી મેળવવાના રહેશે. ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે હોસ્પિટલમાં લઇને આવવાનું રહેશે.


ગંભીર દર્દીઓને કે જેમનું કોરોનાના અસરની કારણે ઓક્સિજન લેવલ 92%થી ઓછું થઇ ગયું છે. તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. હોસ્પિટલમાં જેટલા બેડ પ્રવેશ પાત્ર હોય એટલા જ ટોકન ફાળવવામાં આવશે. ધન્વંતરી કોવિડ હોસ્પિટલ પાસે હોસ્પિટલમાં ઉપલબ્ધ ગંભીર દર્દીઓની સારવાર માટેની ખાલી બેડની સંખ્યા પણ ડિસપ્લે કરવામાં આવશે.

હોસ્પિટલ ખાતે હાજર દર્દીના સગા નું કહેવું છે કે અંદર કોઈ પ્રકારની સારવાર સરખા નથી મળતી. એક માજીને કાલે રાતે દાખલ કરવામાં આવ્યા અને સવારે 4 વાગે કહેવામાં આવ્યું કે તેમનું મોત થયું છે પરતુ 5 કલાક બાદ પણ તેમનો પર્થિવદેહ આપવામાં આવ્યો નથી...

 

અનેક એવા દર્દીના સગા છે કે જેમન કાલે રાતના આવીને ઉભા છે. પરંતુ ટોકન સિસ્ટમના કારણે લોકોને લાઈનમાં કલાકો સુધી ઉભા રહેવું પડે છે. અનેક દર્દીઓ ત્યાં ખાનગી વાહનમાં આવ્યા છે ગાડીમાં એક દર્દી જેને તેના પડોશી લઈને આવ્યા હતા યુવક છે તેનું ઓક્સિજન લેવલ સતત ઘટ્યું જાય છે પરંતુ તેને દાખલ કરવામાં આંથી આવતો. લાઈનમાં ઉભેલા લોકો જેમાં સગા જે દર્દી છે તેમનું ઓક્સિજન લેવલ પણ ઓછું છે પરંતુ તેમને દાખલ કરવામાં આવતા નથી તેમની તબિયત સતત લથડતી જાય છે. પરંતુ તેને જેમાં નંબર આવે ત્યારબાદ ફોન કરે ત્યારબાદ તેદર્દીને હોસ્પિટલ બોલાવવામા આવે છે.

એક દર્દીના સગા જે સવારે 4.30 ના લાઈનમાં ઉભા હતા. તેમને ટોકનમાં નંબર આવ્યા બાદ હોસ્પિટલમાં અંદર 10 મિનિટ પ્રોસેસ કરવામાં આવી છે. જેમાં દર્દીના આધારકાર્ડ, તેનો RTPCR  રિપોર્ટને સાથે  રાખવવામાં આવે અને તેમના ફોન આવે એટલે તેને હોસપીટલમાં ખસેડવામાં આવે છે. આમ 900 બેડ ચાલુ થતા અમદાવાદવાસીઓને રાહત થઇ છે.

Latest Stories