અમદાવાદ : વડાપ્રધાને સ્વ. કેશુભાઇ પટેલ, નરેશ અને મહેશ કનોડીયાના પરિવારને મળી દીલસોજી પાઠવી

New Update
અમદાવાદ : વડાપ્રધાને સ્વ. કેશુભાઇ પટેલ, નરેશ અને મહેશ કનોડીયાના પરિવારને મળી દીલસોજી પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવી પહોંચ્યાં છે. અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા ગાંધીનગર કેશુભાઈ પટેલના નિવાસ્થાને ગયાં હતાં અને રાજનીતિના ભીષ્મપિતામહ કેશભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી કેશુભાઈના નિવાસસ્થાનેથી તેઓ સીધા નરેશ કનોડિયાના નિવાસ્થાને ગયાં હતાં અને કલાકાર બેલડીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

બિહારમાં ચાલી રહેલાં વિધાનસભાની ચુંટણીના ધમાસાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યાં છે. દિલ્હીથી ખાસ વિમાનમાં તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યાં હતાં. જયાં તેમનું મુખ્યમંત્રી સહિતના મહેમાનોએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી સીધા તેઓ પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિવાસે ગયાં હતાં અને તેમના પરિવારને દીલસોજી પાઠવી હતી. નોંધનીય છે કે, પીએમ મોદી કેશુબાપાને પોતાના ગુરૂ માનતા હતા અને તેમનો ઘણો જ આદર કરતા હતા. નોંધનીય છે કે, કેશુભાઈના નિધન પર શોક વ્યક્ત કરતા PM મોદીએ એક બાદ એક ત્રણ ટ્વિટ કરી હતી કે, અમારા પ્રિય અને આદરણીય કેશુભાઇનું અવસાન થયું છે… હું ખૂબ દુ:ખી અને વ્યથિત છું. તેઓ સમાજના દરેક વર્ગની સંભાળ રાખનારા એક ઉતમ નેતા હતા. તેઓનું જીવન ગુજરાતની પ્રગતિ અને દરેક ગુજરાતીઓના સશક્તિકરણ માટે સમર્પિત હતું.

પીએમ મોદી સંગીતકાર બેલડી મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાના ઘરે જઇને પણ પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી. આ રૂટ પર પણ પોલીસે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન અમદાવાદથી સીધા એકતા નગરી કેવડીયા જવા રવાના થઇ ગયાં હતાં. જયાં તેમના હસ્તે વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Latest Stories