અમદાવાદ : લો બોલો હવે દારૂ પણ નકલી, એલિસબ્રિજ નજીકથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડતી પોલીસ

New Update
અમદાવાદ : લો બોલો હવે દારૂ પણ નકલી, એલિસબ્રિજ નજીકથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડતી પોલીસ

અમદાવાદ શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃતિને નાબૂદ કરવા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સાહેબની સૂચના અને ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી.ચાવડાના માર્ગદર્શન આધારે પીસીબી સ્ટાફમાં ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ અને મુકેશભાઈ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન બાતમીના આધારે રેડ પાડતા તેમને ઈગ્લીશ દારૂ બનાવતુ કારખાનું મળી આવ્યું હતું.

કારખાનામાં જુદી જુદી બ્રાન્ડની બોટલો બનાવવામા આવતી હતી. જે બનાવેલ બોટલ નંગ -152, ખાલી બોટલ નંગ-235, બુચ નંગ-60 અને જુદી જુદી બ્રાન્ડના સ્ટીકર નંગ -150 એમ મળી કુલ રૂપિયા 1 લાખ 89 હજાર 784 નો મુદામાલ માલ કબ્જે કરવામાં આવ્યો હતો. સાથે આરોપી હિતેન્દ્ર ઉર્ફે બંટી મહેન્દ્રભાઇ જૈન, જીતેન્દ્ર ઉર્ફે ટીનો મહેન્દ્રભાઈ જૈનની ધરપકડ કરવામાં આવી હતી.

Latest Stories