અમદાવાદ : પાંચ વર્ષથી ભારતમાં ફરતી રહી વિદેશી મહિલા, જુઓ કેવી રીતે કમાતી હતી પૈસા

New Update
અમદાવાદ : પાંચ વર્ષથી ભારતમાં ફરતી રહી વિદેશી મહિલા, જુઓ કેવી રીતે કમાતી હતી પૈસા

અમદાવાદ પોલીસે કેન્યાની મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા ઇન્ટરનેટના માધ્યમથી અલગ અલગ શહેરોના લોકોનો સંપર્ક કરી ત્યાં પહોંચી દેહવિક્રયનો ધંધો કરતી હતી.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ડુપ્લીકેટ વિઝા સાથે રોકાયેલી કેન્યાની મહિલાની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે શહેરના જુના વાડજ વિસ્તારમાં આકાંક્ષા કોમ્પ્લેક્ષમાં હોટેલ રેડ એપલમાં કેન્યાની મહિલા રોકાયેલ છે અને તેની પાસે ડુપ્લીકેટ વિઝા અને ખોટા પાસપોર્ટ છે આ બાતમીના આધારે અહીં રેડ કરતા નરોબીની મહિલા કિમાંડો મળી આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

કિમાંડાએ પોલીસને જણાવ્યું હતું કે, તેની પાસે ઓગષ્ટ 2021 સુધીના ભારતના વિઝા છે પણ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેણે ખોટા નામે વિઝા મેળવ્યાં છે. તે 5 વર્ષથી દેશના અલગ અલગ શહેરોમાં રોકાતી હતી અને છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં આવી હતી. પોલીસના જણાવ્યાં મુજબકેન્યાની મહિલા ઇન્ટરનેટના માધ્યમથી અલગ અલગ લોકોને સંપર્ક કરતી હતી અને દેહ વિક્ર્યનો ધંધો કરતી હતી.

Latest Stories