/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/23225700/maxresdefault-287.jpg)
Covid-19 ના વધેલા કહેર ને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓ દ્વારા અમદાવાદમાં ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાર્ટી પ્લોટ અને વાડીના માલિકો સાથે મિટિંગ કરવામાં આવી અને હાલની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને માહિતી આપી તેનું પાલન કરવા માટે જનવવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીએ તમામને મીટિંગમાં સરકારની ગાઈડલાઈન નું પાલન કરવા સૂચના આપી હતી. સરકારના નિયમ મુજબ પ્રસંગમાં 200 થી વધારે વ્યક્તિ નહીં બોલાવવા સૂચના આપવામાં આવી હતી. તમામ પ્રસંગને રાત્રે 9 પહેલા પતાવવાના રહેશે તેવું જણાવવા આવ્યું હતું. સાથે જ DJ અને મ્યુઝિક બેન્ડ ને કોરોનાની પરિસ્થિતિ વિપરીત હોવાથી મંજૂરી આપવામાં આવી નથી.આ ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિ સરકારની ગાાઇડ લાઇનનું પાલન નહીંં કરે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી અધિકારી દ્વારા સુચના આપવામાંં આવી.