New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/03171515/maxresdefault-34.jpg)
અમદાવાદ શહેર તથા જિલ્લામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ હતી. કોરોના વાયરસના કહેરની વચ્ચે સોશિયલ ડીસ્ટન્સીંગ તથા માસ્ક પહેરવાનું લોકો ભુલ્યાં ન હતાં.
દેશભરમાં સોમવારના રોજ ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિક સમાન પર્વ રક્ષા બંધન ની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ આજે બહેનોએ ભાઈઓને રાખડી બાંધી હતી. બહેનોએ ભાઈના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. ભાઇ અને બહેનોએ એકબીજાને મિઠાઇ ખવડાવી મો મીઠુ કરાવ્યું હતું.