અમદાવાદ : રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારી કરતા 3 શખ્સો ઝડપાયા, ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શરૂ કરી કાર્યવાહી

New Update
અમદાવાદ : રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારી કરતા 3 શખ્સો ઝડપાયા, ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શરૂ કરી કાર્યવાહી

અમદાવાદ શહેર રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારીનું હબ બની રહ્યું છે, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરનાર 3 શખ્સોની ધરપકડ કરી છે. શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ ખોડીયારનગર ચાર રસ્તા પાસે પ્રિન્ટીંગની દુકાનમાંથી ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ ખોડીયારનગર ચાર રસ્તા પાસે પ્રિન્ટીંગની દુકાનમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારી કરતાં 3 શખ્સોને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. હાલ તો આ ત્રણેય આરોપીઓ પાસેથી 24 જેટલા ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરાતા મિલન સવસવિયા, દેવળ કસવાલાં તથા હાર્દિક વસાણી આ ત્રણેય શખ્શો ભેગા મળી રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરતા હોવાનું બહાર આવ્યું છે. જોકે, ઝાયડસ બાયોટેક કંપનીમાં કામ કરતો મિલન સવસવિયા પ્લાન્ટમાં જ બનતા રેમડેસિવિર ઇન્જેક્શનનો થોડો થોડો જથ્થો ચોરી કરી 3000 રૂપિયામાં દેવલ કસવાલાને વેચી દેતો હતો. અને દેવલ કસવાલા આજ જથ્થો હાર્દિક વસાણીને 5000 રૂપિયામાં વેચતો હતો. આખરે આ ઇન્જેક્શનને માર્કેટમાં હાર્દિક વસાણી ઉંચી કિંમતે વેચતો હતો, ત્યારે છેલ્લા 15 દિવસમાં ત્રણેય શખ્સો 70થી 80 જેટલા રેમડેસિવીર ઇન્જેક્શનની કાળા બજારી કરી ચૂક્યા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

Latest Stories