અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંદીવાન ભાઈ-બહેનોને કોરોનાની રસી આપવામાં આવી

New Update
અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંદીવાન ભાઈ-બહેનોને કોરોનાની રસી આપવામાં આવી

રાજ્યની સૌથી મોટી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે વેક્સિંનેશન શરૂ કરવામાં આવ્યું છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં અનેક કેદીઓ કોરોના સંક્રમિત થયાં છે. ત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા બંદીવાન ભાઈ-બહેનોની ચિંતા કરીને જેલ તંત્ર દ્વારા કેદીઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

For Video Click : https://fb.watch/4yu2uPfDfI/

રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં 600ને પાર કેસો થઈ ગયા છે. 45 વર્ષથી વધુ વયના લોકોને પણ હવે વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેને લઈને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે રવિવરથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોરોનાના રસીકરણ અભિયાનમાં પ્રથમ દિવસે જેલમાં 77 બંદીવાન ભાઈ-બહેનોને રસી આપવામાં આવી હતી. 60 વર્ષથી ઉપરની વયના અને 45 વર્ષથી 60 વર્ષ વચ્ચે કો-ઓરબીટ કેદીઓને વેક્સિન આપવામાં આવી રહી છે. જેલમાં સજાના ભાગરૂપે જેલમાં બંધ કેદીઓને જેલ તંત્ર દ્વારા વેક્સિન આપવામાં આવતા એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. બંદીવાન ભાઈ-બહેનોએ સરકાર તથા જેલ તંત્રનો રસીકરણ અભિયાન શરૂ કરવા બદલ આભાર માન્યો હતો.

Latest Stories