/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/01174915/maxresdefault-5.jpg)
અમદાવાદમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે વધુ હોસ્પિટલો મળી રહે તે માટે સિંગરવા ખાતે આવેલી મેદાંતા મેકશીફટ હોસ્પિટલમાં 200 બેડ ઉભા કરી કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવશે.
અમદાવાદ શહેરની સાથે જિલ્લાના અનેક ગામડાઓ પણ હવે કોરોનાની ઝપેટમાં છે ત્યારે સ્થાનીય તંત્ર દ્વારા તાલુકા મથકે સરકારી હોસ્પિટલો કાર્યરત થઇ છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આવી હોસ્પિટલોની મુલાકાત લઇ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. વધુમાં તેમણે રામોલ વિસ્તારમાં આવેલી શિવાનંદ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે ઉદ્યોગપતિઓ અને સેવાભાવી લોકોના સેવાકાર્યને બિરદાવ્યું હતું. તેમણે હોસ્પિટલની મુલાકાત દરમિયાન રાઉન્ડ ધ ક્લોક દિવસ-રાત કોરોનામાં જીવના જોખમે કામગીરી કરીરહેલા હેલ્થકેર વર્કરોનો જુસ્સો વધાર્યો હતો. કોરોનાની દર્દીઓની સુવિધા માટે સાધનોની ખરીદી માટે કરોડો રૂપિયાની ગ્રાંટની ફાળવણી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદના સિંગરવા ખાતે 200 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.સીંગરવા હોસ્પિટલમાં અગાઉ ૫૦ બેડ કાર્યરત હતા જેમાં આજે ૫૦ બેડનો વધારી આ હોસ્પિટલમાં ૧૦૦ બેડની વ્યવસ્થા કરાઈ છે. આ હોસ્પિટલમાં ૧૦ ઈન્ટર્ન વિધ્યાર્થિઓને આવતીકાલથી જ જોડવામાં આવશે.