સોલા હેબતપુરમાં વૃદ્ધ દંપતી હત્યા કેસમાં પકડાયેલ હત્યારાઓની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે આરોપી નવરંગપુરામાં એક વૃદ્ધ દંપતીના ઘરે લૂંટ કરવા ગયા હતા, પરતું સફળ ન થતા હેબતપુરમાં લૂંટનો પ્લાન કર્યો હતો તો આરોપીએ હત્યા કર્યા બાદ મૃતદેહ સાથે સેલફી લીધી હોવાની ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે.
હેબતપુર વૃદ્ધ દંપતી હત્યા કેસમાં ઝડપાયેલા પાંચેય આરોપી 10 દિવસના રિમાન્ડ પર છે. પોલીસે આરોપીઓની પૂછપરછ ખુલાસો થયો છે કે નવરંગપુરા સુવાસ કોલોની મકાન નંબર- 9માં આરોપીઓએ લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો. જેમાં અગાઉ આરોપી આશિષ વિશ્વકર્માએ નવરંગપુરા સુવાસ કોલોની મિસ્ત્રી કામ કર્યું હતું ત્યારે આરોપી મકાનમાં 30 જેટલા ચોરખાના બનાવ્યા હતા જ્યાં એકલાવ્યું જીવન જવતા વૃદ્ધ દંપતી હતા. જેથી આરોપી આશિષ તેના અન્ય મિત્રોને મધ્યપ્રદેશથી બોલાવી લૂંટ વિથ હત્યા પ્લાન ધડયો હતો અને તારીખ 12મી ફ્રેબ્રુઆરીની મોડી રાત્રે દેશી તમચો, તીક્ષ્ણ હથિયાર સાથે લૂંટ કરવા ઘરમાં પહોંચ્યા હતા.
જો કે ઘરમાં કોઈ ઉઠી જતા આરોપી ભાગી ગયા હતા એટલું જ નહીં લૂંટ સમયે કોઈ પણ વચ્ચે આવે એટલે કે પોલીસ પર ફાયરિંગ કરી હત્યા કરવાનો પ્લાન બનાવી દીધો હોવાની કબૂલાત કરી છે . હત્યા કેસમાં પકડાયેલ આરોપી માંથી રીઢા ગુનેગાર નીતિન ગૌડ નામના આરોપીની વિકૃત માનસિકતાથી પોલીસ ચોકી ઉઠી છે કારણકે હેબતપુરમાં વૃદ્ધ અશોકભાઇની હત્યા કરી આરોપી નીતિન એક સેલ્ફી લીધી હતી.
આરોપી નીતિન સેલ્ફી લઈ પોતાના મિત્ર રવિ શર્મા મોકલી હતી અને એક વિડ્યો બનાવી કહ્યું કે મેને યે મર્ડર કિયા હે, મોબાઈલ ભી લે જા રહા હું કિસકી તાકાત હે મુજે રોકને કી આ સેલ્ફી બાદ આરોપી વિડ્યો ઉતારતા હવે પોલીસે સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરવા મોબાઈલ ફોન એફ.એસ.એલ મોકલ્યા છે. હત્યા કેસમાં અન્ય એક આરોપી રવિ શર્મા પોલીસ પકડ થી દુર છે જેને પકડવા સોલા પોલીસની ટીમ મધ્યપ્રદેશ પહોંચી છે.