અમદાવાદ: કોરોનાનું સંક્રમણ રોકવા દુકાનદારો અને રિક્ષા ચાલકો માટે વિશેષ ટેસ્ટિંગ ડોમ ઊભા કરાયા, જાણો કેમ

New Update
અમદાવાદ: કોરોનાનું સંક્રમણ રોકવા દુકાનદારો અને રિક્ષા ચાલકો માટે વિશેષ ટેસ્ટિંગ ડોમ ઊભા કરાયા, જાણો કેમ

રાજ્યમાં કોરોના બેકાબુ બની રહ્યો છે અને  અમદાવાદમાં કોરોના સંક્રમણ સતત ફેલાઈ રહ્યું છે ત્યારે શહેરીજનો સાથે નાના વેપારીઓ, રિક્ષા ચાલક અને દૂધ વિક્રેતાઓ સુપર સ્પ્રેડરના બને તે માટે એએમસી દ્વારા વિશેષ ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે અહીં આ દરેક વિક્રેતા અને વેપારીઓના પણ ટેસ્ટ કરવામાં આવી રહયા છે.

કોરોના કાળને એક વર્ષ પૂર્ણ થયું છે છતાં સ્થિતિ ત્યાંની ત્યાં છે ત્યારે 2020 માં જે કોરોના સંક્રમણ વધ્યું હતું તેની પાછળ દુકાનદારો,શાકભાજી, વેચતા ફેરિયાઓ, દૂધ વિક્રેતા અને ઓટો ડ્રાઈવર સુપર સ્પ્રેડર બન્યા હોવાનું બહાર આવ્યું હતું  જેમાંથી શીખ લઇ એએમસીએ આ વર્ષે આગોતરું આયોજન કર્યું છે અને વધતા કોરોના સંક્ર્મણને રોકવા પૂર્વ તેમજ પશ્ચિમ અમદાવાદમાં વિશેષ ટેન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે  અહીં આ વિક્રેતાઓના ટેસ્ટિંગ કરવામાં આવી રહયા છે આ રેપિડ ટેસ્ટ માટે દરેક ડોમને 200 થી વધુ ટેસ્ટિંગ કીટ આપવામાં આવી છે. એએમસી દ્વારા અંદાજિત 45થી વધુ મેડિકલ ટિમો આ માટે કાર્યરત કરવામાં આવી છે.  

Latest Stories