/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/07131952/maxresdefault-84.jpg)
દેશભરમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે ત્યારે કોરોનાની રસી હવે ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે ત્યારે રાજ્યમાં કોરોના વ્યક્તિઓ અને ફ્રન્ટ લાઈન વોરિયર્સ ને કોરોના રસી આપવા માટે વહીવટી તંત્ર સજ્જ થયું છે. રાજ્ય સરકારે જિલ્લા મથક થી લઇ તાલુકા મથક સુધી ટાસ્ક ફોર્સની રચના કરી છે જ્યારે જે પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે તેનું ટેક્નિકલ ઓડિટ પણ કરવામાં આવ્યું છે માનવામાં આવે છે જાન્યુઆરી સુધીમાં કોરોના વેક્સીન ઉપલબ્ધ થશે
રાજ્યમાં કોરોના વેક્સિનનું ડિસ્ટ્રીબ્યુશન સંપૂર્ણપણે અને સારી રીતે થાય તે માટે સરકાર દ્વારા રાજ્યના તમામ 33 જિલ્લા મથક અને 248 તાલુકા મથક અને મહાનગર કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ જરૂરી આયોજન પણ કરી લીધું છે. જેમાં ગુજરાતમાં વ્યક્તિના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ 26 જિલ્લા અને કોર્પોરેશન 41 સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા માટે 2189 કોલ્ડ ચેઈન પોઇન્ટ બનાવવામાં આવી છે. જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઇ છે. અંદાજિત જાન્યુઆરી માસ સુધીમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ થાય તેવી શક્યતા છે.
કોરોનાની રસી હવે એક જ સ્ટેજ દૂર છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તમામ રાજ્ય સરકારોને હેલ્થ વર્કરના ડેટા તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે પણ પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સ માટેના ડેટા તૈયાર કર્યા છે. આજ સુધીમાં રાજ્યમાં રાજ્ય સરકારના 2.71 લાખ આરોગ્ય કર્મીઓ અને 1.25 ખાનગી આરોગ્યકર્મીઓ મળીને કુલ 3.96 લાખ હેલ્થ કેર વર્કર્સની યાદી તૈયાર કરવામાં આવી છે. જ્યારે બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સની માહિતી એકત્ર કરવાની સૂચના વહીવટીતંત્રને આપવામાં આવી છે. અમદાવાદ સહીત દરેક જિલ્લા મથકે રસી વિતરણની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.