અમદાવાદ : શહેરના સૌથી મોટા શાકભાજી માર્કેટને ખોલવાની મંજૂરી, શરતોનું કડક પાલન કરવું પડશે

અમદાવાદ : શહેરના સૌથી મોટા શાકભાજી માર્કેટને ખોલવાની મંજૂરી, શરતોનું કડક પાલન કરવું પડશે
New Update

અમદાવાદ શહેરના મધ્યમાં આવેલા જમાલપુર એપીએમસી માર્કેટ લાંબા સમય બાદ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. કોવિડ19 ગાઇડલાનના પાલન સાથે સાવચેતીની તડામાર તૈયારીઓ બાદ આજથી શહેરના સૌથી મોટા માર્કેટને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં જમાલપુર વિસ્તારમાં આવેલા એપીએમસીના તાબા હેઠળનું શાક માર્કેટ એપ્રિલ માસમાં કોરોનાનુ સંક્રમણ વધતા બંધ કરવામાં આવ્યું હતુ . પરંતુ તાજેતરની પરિસ્થિતિ અને એપીએમસીની આવેલી લેખિત રજૂઆતોને ધ્યાને લેતા એએમસીએ જમાલપુર એપીએમસી ખુલ્લું કરવા સુચના અપાઇ છે. સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં કુલ દૈનિક 1/3 પદ્ધતિ મુજબ 157 પૈકી પ્રથમ દિવસે કુલ 53 , બીજા દિવસે કુલ 53 અને ત્રીજા દિવસે કુલ 51 વેપારીઓને વેપારની પરવાનગી આપવામા આવી છે. માર્કેટ યાર્ડના તમામ વેપારીઓ તથા તેમના સ્ટાફને માસ્ક પહેરવું, સેનેટાઇઝર રાખવું, દુકાનમાં પ્રવેશ કરતા વ્યક્તિ પાસે માસ્ક અને સેનિટાઇઝર છે કે નહીં તેની ખાત્રી કરવી. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા સહિતની કોવિડ -19ની તમામ ગાઇડલાઇનનો ફરજીયાતપણે અમલ કરવાનો રહેશે

શાકભાજી ખરીદ - વેચાણની કામગીરી બપોરના 1થી સાંજ 5 અને રાત્રી 8થી સવારે 8 દરમ્યાન કરવી , પીકઅવર્સના સમયગાળા દરમ્યાન સવારે ૮ થી ૧ અને સાંજે ૫ થી ૮ વાગ્યે માર્કેટ બંધ રહેશે. એપીએમસી તરફથી મુખ્ય દ્વાર પર જ સેનિટાઇઝ કેબિન મુકાઇ છે. દુકાનો પર કોવિડ -19 માર્ગદર્શિકાના બેનેર લગાવામા આવ્યા છે. દુકાનો બહાર ગોળ સર્કલ કરવામાં આવ્યા છે. મહત્વ પૂર્ણ છે કે, એપ્રિલ માસમાં કોરોના કેસ વધતા એપીએમસી બંધ કરાઇ હતી અને અમદાવાદ બહાર શાકમાર્કેટ ખસેડાયા હતી.

#Ahmedabad #vegetable market #Ahmedabad Police #Ahmedabad Gujarat #Ahmedabad News
Here are a few more articles:
Read the Next Article