New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/09160453/maxresdefault-10.jpg)
અમદાવાદમાં જે પ્રમાણે કોરોનાના આંકડા વધી રહ્યા છે તેને લઈને સરકારી હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે ત્યારે સરકારે સૌથી અદ્યતન ટેક્નોલોજીવાળી SVP હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરી છે.
અમદાવાદમા દિનપ્રતિદિન કોરોનાનો કહેર વકરી રહ્યો છે અને કેસમાં સતત ઉછાળો આવી રહયો છે ત્યારે સરકાર દ્વારા અમદાવાદની સૌથી અધ્યતન એસ.વી.પી. હોસ્પિટલને કોરોનના દર્દીઓ માટે રિઝર્વ કરી દીધી છે અને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરી છે. આ હોસ્પિટલમાં હાલમાં કોરોના સિવાય કોઈ પણ દર્દીને દાખલ કરવામાં આવશે નહીં કારણકે જે પ્રમાણે અમદાવાદની સ્થિતિ સર્જાય છે અને હોસ્પિટલોમાં બેડની અછત સર્જાય છે તેને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. SVP હોસ્પિટલમાં 500 બેડની જગ્યાએ હવે આખી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.