અમદાવાદ : સાણંદ હાઈવે પર ગીબપુરાના કરીમ નગર પાસે સર્જાયો અકસ્માત, ત્રણના મોત

New Update
અમદાવાદ :  સાણંદ હાઈવે પર ગીબપુરાના કરીમ નગર પાસે સર્જાયો અકસ્માત, ત્રણના મોત

અમદાવાદ-સાણંદ હાઈવે પર ગીબપુરાના કરીમ નગર પાસે આજે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યું છે. જ્યારે ગાડીમાં સવારે 2 લોકોને ઇજા થઈ હતી. પૂરપાટ ઝડપે આવી રહેલી કારે નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામે આવતા વાહનો સાથે અથડાઈ હતી.

કારે સામે આવતા બાઈક અને એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ઘટનામાં ત્રણ લોકોના મૃત્યું થયા છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાણંદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.