/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/13161807/maxresdefault-107-59.jpg)
અમદાવાદીઓએ પોતે કરેલી ભૂલના કારણે પણ ભારે દેવાના બોજ હેઠળ જીવી રહ્યા છે. અમદાવાદીઓના માથે માત્ર ટ્રાફિક વિભાગનું જ 112 કરોડનું દેવું હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક વિભાગ દ્વારા કરોડો રૂપિયાના મેમો બનાવી દીધા છે પરંતુ અમદાવાદીઓ એ દેવું ભરવામાં નીરસ હોવાનું સામે આવ્યું છે.
અમદાવા શહેરમાં અનેક સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જેના આધારે ઈ ચલણ બનાવવની શરૂઆત વર્ષ 2015 માં કરવામાં આવી હતી. ટ્રાફિક વિભાગના આંકડા મુજબ 112 કરોડથી વધારેની રકમનું દેવું અમદાવાદીઓ પર છે. જે રકમ હજી પણ ભરવાની બાકી છે. આ છેલ્લા ૫ વર્ષમાં અમદાવાદીઓએ 39 કરોડ જેટલી રકમ તો સરકારની તિજોરીમાં ભરી દીધી હોવાનું ટ્રાફિક ડીસીપી તેજસ પટેલ એ જણાવ્યું છે. ટ્રાફિક વિભાગે અત્યાર સુધી 59 લાખજેટલા મેમો જનરેટ કર્યા છે. જેમાંથી 39 લાખ ઈ-ચલણ નો દંડ ભરવાનો બાકી છે. જેનો કરોડો રૂપિયાનો દંડ આપવામાં આવ્યો છે. જેમાં સૌથી વધારે 10 કરોડથી વધારેની રકમ નો દંડ માત્ર સ્ટોપ લાઈન ભંગનો છે. તો એ બાદ અમદાવાદીઓએ હેલ્મેટ વગર વાહન ચલાવીને 1 કરોડની રકમના દંડિત થયા છે. સવાલ હવે એ ઉઠી રહ્યો છે કે આટલી મોટી રકમનો દંડ કેવી રીતે સરકાર વસુલશે? તો તેના માટે ડીસીપી ટ્રાફિક ઇસ્ટ અને વેસ્ટ દ્વારા રીકવરી ટીમ બનાવી છે. જે કોઇપણ પોઈન્ટ પર રહે છે અને વાહન રોકી સોફ્ટવેરના માધ્યમથી ચકાસે છે. જો દંડ બાકી હોય તો તેની વસુલી સ્થળ પર જ કરે છે. આમ બંને ટીમ દ્વારા દરરોજ 1 લાખથી વધારેની રકમનો દંડ વસુલી રહી છે. તો સાથે સાથે જેના છેલ્લા ઘણા સમયથી દંડ બાકી હોય તેને નોટીસ મોકલી દંડ ભરવા માટે જણાવવામાં આવે છે
હેલ્મેટ બાબતે પણ ટ્રાફિક ACP નું કહેવું હતું કે સીટી વિસ્તારમાં પણ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. એવું કોઈ વાત નથી કે સીટી એરિયામાં હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં નથી આપવામાં આવ્યુ। હેલ્મેટ તમે પહેરશો તો તમારા માટે જ શરુ છે તમારા રક્ષણ માટેજ છે એટલે હેલ્મેટ પહેરવું જોઈએ। હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં બચી શકો છો.