અમદાવાદ : વાવાઝોડાના કારણે અટકેલી રસીકરણની કામગીરીનો પુન: પ્રારંભ

New Update
અમદાવાદ : વાવાઝોડાના કારણે અટકેલી રસીકરણની કામગીરીનો પુન: પ્રારંભ

તાઉ-તે વાવાઝોડાના કારણે રાજયમાં રસીકરણની બંધ થયેલી કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં 76 હેલ્થ સેન્ટર પર રસીકરણની કામગીરી શરૂ થતાં લોકોને રાહત સાંપડી છે…

અમદાવાદ શહેરમાં આજથી ફરી રસીકરણ ની શરૂઆત કરવામાં આવી છે. તાઉતે વાવાઝોડાને લઇને બે દિવસથી વેક્સિનેશનનું કામ બંધ હતું. અમદાવાદ મનપાના 76 અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિનેશન ચાલુ રહેશે તેમજ 4 હોસ્પિટલમાં પણ આજથી રસીકરણ કરવામાં આવશે. જેમાં ફ્રન્ટલાઈન વર્કર અને 45થી વધુ વયના નાગરિકોનું રસીકરણ કરાશે. તો 18થી 44 વર્ષના નાગરિકોને રજિસ્ટ્રેશન પ્રમાણે રસી અપાશે. જો કે, કમ્યુનિટી હોલ અને ડ્રાઈવ થ્રુ ખાતે 45થી વધુના નાગરિકો માટે બંધ રસીકરણ બંધ રહેશે.

છેલ્લા 3 દિવસથી બંધ રસીકરણની કામગીરી આજથી શરૂ થઇ છે. જે લોકોએ રજીસ્ટ્રેશન કરવાયું છે તેઓને અલગ -અલગ અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સીન આપવામાં આવી રહી છે વાવઝોડાને કારણે જે ડ્રાઈવ થ્રુ વેક્સીન કાર્યક્રમ શરુ થયો હતો તે અનિશ્ચિત મુદ્દત સુધી બંધ રાખવામાં આવ્યો છે. આમ શહેરમાં વેક્સિનેશનની કામગીરી હવે આજથી આગળ વધી રહી છે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ આજે વેક્સીન માટે ઉત્સાહનો પણ અભાવ જોવા મળ્યો હતો ખુબ સીમિત સંખ્યામાં લોકો વેક્સીન લેવા આવી રહયા છે.

Latest Stories