/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/07154102/maxresdefault-69.jpg)
ગુજરાતમાં લોકોને રંજાડી રહેલાં ભુમાફિયાઓ અને જમીનો પચાવી પાડતાં અસામાજીક તત્વો સામે રાજય સરકારે લાલ આંખ કરી છે. અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગુનેગારોની મિલકતો તોડી પાડવામાં આવી રહી છે.
ગુજરાતમાં લોકોના મનમાંથી ગુંડાઓનો ડર દુર કરવા માટે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પોલીસતંત્રને કડક સુચના આપી છે. અમદાવાદના કુખ્યાત ગુનેગાર અને વહાબ ગેંગનો મુખ્ય સાગરીત નઝીર વોરા જે હાલમાં વેજલપુર પોલીસની પકડમાં છે. તેણે ધાકધમકી, ખંડણીથી શહેરના જુહાપુરા વિસ્તારમાં કરોડો રૂપિયાની ગેરકાયદેસર મિલ્કતો ઉભી કરી હતી. એટલુંજ નહીં પણ સરકારી જમીનો પણ નઝીર વોરાએ પચાવી પાડી હતી. ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલું અને એસ્ટેટ વિભાગની ટીમે આજે ફરી એકવાર મોટું ડીમોલેશન હાથ ધર્યું હતું. નઝીર વોરની ગેરકાયદેસર મિલ્કતો તોડવાની શરૂઆત કરવામાં આવી છે.
નઝીર વોરા જે વહાબ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો. છેલ્લા અનેક વર્ષોથી નઝીર વોરા પોતાની અલગ ગેંગ બનાવી ઓપરેટ કરતો હતો. જેમાં તેની ગેંગે ખંડણી , હત્યાનો પ્રયાસ, હત્યા, અપહરણ અને લેન્ડ ગ્રેબિંગ જેવા અનેક ગુનાઓ આચરેલા છે. ઘણા સમયથી ફરાર નઝીર વોરાએ થોડા દિવસ પહેલા કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. અને તેને હાલમાં વેજલપુર પોલીસની કસ્ટડીમાં છે.
આરોપી નઝીર વોરાએ અમદાવાદ કોરોપોરેશનની જગ્યા પર આ ગેરકાયદેસર કર્યું છે અને આ સંદર્ભમાં તેને નોટીસો પણ આપવામાં આવી છે. નોટીસના કોઇ જવાબ આરોપી તરફથી આપવામાં આવ્યાં ન હતાં જેથી પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ તોડવામાં આવી રહયું છે. જે કોઈ લોકો સરકારી જમીન પર બાંધકામ કરશે તેને તોડી પાડવા એએમસી કટિબદ્ધ છે.
થોડા દિવસ પહેલા જુહાપુરના કુખ્યાત ગુનેગાર બકુખાનની મિલ્કતો પણ તોડી પાડવામાં આવી હતી. ખાસ કરીને શહેરના ઝોન 7 ના ડીડીપી પ્રેમસુખ ડેલું આ ડીમોલેશન ઓપરેશનની આગેવાની લઇ રહયા છે અને તેમના નામ માત્રથી ફફડાટ વ્યાપી ગયો છે શહેરના જુહાપુરા વિસ્તારમાં સૌથી વધારે ગેર કાયદેસર બાંધકામ છે અને અહીં અનેક ગુન્હેગારોએ મોટી મિલ્કતો ઉભી કરી કરોડોની કમાણી કરી રહયા હતા ત્યારે હવે આ બાંધકામો પર તવાઈ બોલાવવામાં આવી છે.